મધ્ય પ્રદેશમાં નવી એક્સાઇઝ પૉલિસીનો અમલ: હવે ઘેરબેઠાં મગાવો દારૂની બૉટલ

24 February, 2020 07:44 AM IST  |  Madhya Pradesh

મધ્ય પ્રદેશમાં નવી એક્સાઇઝ પૉલિસીનો અમલ: હવે ઘેરબેઠાં મગાવો દારૂની બૉટલ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશમાં હવે દારૂનું ઑનલાઇન વેચાણ કરવામાં આવશે. એટલે કે તમે ઘેરબેઠાં દારૂ મગાવી શકો છો. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલી નવી એક્સાઇઝ વ્યવસ્થામાં મહેસૂલ વધારવા માટે સરકાર કેટલાક નવા ઉપાયો અજમાવવા જઈ રહી છે જે અંતર્ગત દારૂના ઑનલાઈન વેચાણનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દારૂનું ગેરકાયદે વેચાણ રોકવા માટે હવે દરેક બોટલમાં બારકોડ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દ્રાક્ષના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દ્રાક્ષથી બનેલી વાઈનના પ્રચાર-પ્રસાર માટે ૧૫ નવા વાઈન આઉટલેટ પણ ખોલવામાં આવશે.

જોકે બીજેપીના સ્થાનિક નેતાઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બીજેપીના પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે કમલનાથજી તમારી સરકારમાં કોણ છે, જે પૂરી સક્રિયતાથી દારૂના નવજીવનમાં જોતરાયું છે? તેમના દારૂના અડ્ડાઓ છે અથવા તો દારૂની કંપનીઓ છે. પહેલાં શેરીઓ અને મહોલ્લાઓમાં દારૂની દુકાનનો પ્રસ્તાવ અને હવે ઑનલાઈન દારૂનું વેચાણ.

૨૦૨૦-૨૧ અંતર્ગત હાલ ૨૫૪૪ દેશી દારૂની દુકાનો અને ૧૦૬૧ વિદેશી દારૂની દુકાનોની સંખ્યામાં કોઈ વધારો નહીં કરવામાં આવે, પરંતુ કેની હરાજી ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકા વધારે કિંમત પર કરવામાં આવશે.

madhya pradesh national news