કમલનાથે બીજેપી મહિલા નેતાને આઇટમ કહેતાં વિવાદ : CM ધરણાં પર બેઠાં

20 October, 2020 02:01 PM IST  |  Bhopal | Agency

કમલનાથે બીજેપી મહિલા નેતાને આઇટમ કહેતાં વિવાદ : CM ધરણાં પર બેઠાં

ભોપાલમાં ગઈ કાલે મૌન ઉપવાસમાં બેસેલા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ. તસવીર પી.ટી.આઈ.

મધ્ય પ્રદેશ પેટા-ચૂંટણી વચ્ચે બીજેપી નેતા ઇમરતી દેવી પર કરવામાં આવેલી પોતાની વિવાદિત ટિપ્પણી માટે મધ્ય પ્રદશના ભૂતપૂર્વ સીએમ કમલનાથને ઘેરાતા જોવા મળી રહ્યા છે. કમલનાથના નિવેદન સામે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલમાં બે કલાક માટે મૂક પ્રદર્શન કરીને ધરણાં પર બેસી ગયાં છે. સીએમ શિવરાજ સાથે તેમની કૅબિનેટના પ્રધાન અને અન્ય બીજેપી નેતા પણ ધરણાં પર બેઠેલાં છે. વળી, ઇન્દોરમાં બીજેપીના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથના નિવેદન માટે ધરણાં કર્યાં છે. ધરણાં પર બેસીને સીએમ શિવરાજ સિંહે કહ્યું કે કમલનાથની ટિપ્પણી ખૂબ જ અપમાનજનક છે અને તે મહિલાઓનું આવું અપમાન સહન નહીં કરે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના નિવેદનથી તેમની અને કૉન્ગ્રેસની ચાલ, ચરિત્ર અને અસલી ચહેરો સામે આવ્યો છે. હું મેડમ સોનિયા ગાંધીને પૂછું છું, શું તે કમલનાથજીના શબ્દોનું સમર્થન કરે છે? યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ગઈ કાલે એક મહિલા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો એનાથી હું દુઃખી છું, શરમજનક છે. આજે બાપુનાં ચરણોમાં તેમના માટે પશ્ચાતાપ કરવા બેઠો છુ.’ બીજી તરફ કમલનાથે એવો બચાવ કર્યો હતો કે આઇટમ શબ્દ અપમાનજનક નથી. હું પણ આઇટમ છું, તમે પણ આઇટમ છો.

bhopal madhya pradesh Kamal Nath national news