MPના પ્રધાને સ્ટેજ પર વાળ કપાવ્યા, વાળંદને દુકાન શરૂ કરવા આપ્યા 60,000

12 September, 2020 04:20 PM IST  |  Khandwa | Agency

MPના પ્રધાને સ્ટેજ પર વાળ કપાવ્યા, વાળંદને દુકાન શરૂ કરવા આપ્યા 60,000

MPના પ્રધાને સ્ટેજ પર વાળ કપાવ્યા

હજામની દુકાન શરૂ કરવા માટે મદદ માગનારા એક યુવકને મધ્ય પ્રદેશના એક પ્રધાને એક સમારોહ દરમ્યાન સ્ટેજ પર તેનું કૌશલ્ય દર્શાવવા માટે જણાવ્યું હતું.

યુવકના કામથી સંતુષ્ટ થઈને વનપ્રધાન વિજય શાહે તેને તાત્કાલિક ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઘટના ખાંડવા જિલ્લાના ગુલઇમાલ ખાતે ગુરુવારે બની હતી. રોહિદાસ નામના સ્થાનિક યુવકે હેર-સલૂન શરૂ કરવા પ્રધાન પાસે નાણાકીય સહાય માગી હતી.

સમારોહ દરમ્યાન પ્રધાને રોહિદાસને સ્ટેજ પર બોલાવીને તેમના વાળ કાપી આપવા અને દાઢી કરી આપવા જણાવ્યું હતું. આ લોકો કોવિડ-19 નિયંત્રણોને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી રોજગારી-વિહોણા છે. તકેદારી રાખવામાં આવે તો કશી તકલીફ પડતી નથી, તેવો લોકોમાં વિશ્વાસ જગાવવા માટે મેં તત્કાળ મારા વાળ કપાવ્યા, એમ પ્રધાને જણાવ્યું હતું. રોહિદાસને પ્રધાનના વિવેકાધીન ભંડોળમાંથી રકમ ચૂકવાઈ હતી.

madhya pradesh national news lockdown