વીડિયો: આ ઉમેદવારે તોડ્યુ EVM મશીન, પોલીસે કરી ધરપકડ

11 April, 2019 05:11 PM IST  | 

વીડિયો: આ ઉમેદવારે તોડ્યુ EVM મશીન, પોલીસે કરી ધરપકડ

ધારાસભ્ય મધુસૂદને તોડ્યુ EVM મશીન

આન્દ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ની વિધાનસભાની બધી જ સીટો માટે વોટિંગ ચાલુ છે. આન્દ્ર પ્રદેશમાં જન સેના પાર્ટીના વિધાનસભા ઉમેદવાર મધુસૂદન ગુપ્તએ પોલિંગ બૂથમાં ઘૂસીને મીડિયાની સામે જ EVM તોડી નાખ્યું હતું. ઉમેદવારના મશીન તોડવાના કારણે મતદાન કેન્દ્રમાં અફર તફરી ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર વિધાનસભા ઉમેદવાર મધુસૂદન ગુપ્તા કોઈક વાત લઈને નારાજ હતા. ગુસ્સામાં મધુસૂદન અનંતપુર જિલ્લાના ગૂટી પોલિંગ બૂથ પહોચ્યા હતા અને મશીનને તોડી પાડ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મીડિયા સાથે વાત કરતા કરતા ગુસ્સામાં EVM સુધી પહોચ્યા હતા અને મશીનને ટેબલથી લઈને જોરથી જમીનથી પછાડ્યુ હતું.

જમીન પર પછાડવાના કારણે EVM તૂટીને ટૂકડે ટૂકડા થઈ ગયું હતું. આ ઘટનાની સાથે મધુસૂદનની ધરપકડ કરવામાં આવી રહી છે. આન્દ્રમાં લોકસભા ચૂંટણીની 25 સીટોની સાથે સાથે 175 વિધાનસભા માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. મધુસૂદન પોલિંગ બૂથ પર તેમનો વોટ નાખવામાં આવ્યા હતા, આ દરમિયાન ચૂંટણી ચૂંટણી અધિકારીઓથી નારાજ થયા હતા જેના કારણે તેમણે મશીન તોડી પાડ્યું હતું. હાલ આ વિશે વધુ તપાસ ચાલી રહી છે.

Election 2019