હિન્દુત્વની વિચારધારાને વધુ આદર અપાવવાના એક પ્રયાસમાં મદનમોહન માલવીયને અપાયો ભારત રત્ન?

26 December, 2014 05:37 AM IST  | 

હિન્દુત્વની વિચારધારાને વધુ આદર અપાવવાના એક પ્રયાસમાં મદનમોહન માલવીયને અપાયો ભારત રત્ન?


હિન્દુ મહાસભાના નેતા પંડિત મદનમોહન માલવીયને ભારત રત્નથી વિભૂષિત કરવાનો ફેંસલો ભૂતકાળને એક નવું સ્વરૂપ આપવાની યોજનાનો હિસ્સો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. હિન્દુત્વની વિચારધારાને વધુ આદર અપાવવાના અને એનો સંબંધ સ્વાતંhયસંગ્રામ સાથે જોડવાના એક પ્રયાસમાં માલવીયને આ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

અમુકતમુક વ્યક્તિને ભારત રત્ન આપવા કે ન આપવા વિશે વિવાદ સર્જાય કે નહીં, પણ એના નિર્ણયને રાજકારણ સાથે હંમેશાં જોડવામાં આવતો રહ્યો છે. ભારત રત્ન હંમેશાં એક પૉલિટિકલ સ્ટેટમેન્ટ બની રહ્યો છે.

અટલ બિહારી વાજપેયીની ભારત રત્ન માટે પસંદગીને કારણે કોઈ વિવાદ સર્જાયો નથી, પરંતુ માલવીયની પસંદગી સામે અનેકનાં ભવાં ઊંચકાયાં છે. માલવીય કૉન્ગ્રેસના સભ્ય હતા અને ચાર વખત કૉન્ગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. માલવીય એ હિન્દુ મહાસભાના એક નેતા હતા, જે સંગઠનના મુખ્ય નેતા વિનાયક દામોદર સાવરકર હતા અને એ જ સંગઠનના એક સભ્ય નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

ગાંધીજીની હત્યા બાદ હિન્દુ મહાસભાની એવી તો બદનામી થઈ હતી કે શ્યામાપ્રસાદ મુખરજીએ ૧૯૫૧માં એ સંગઠન સાથેનો છેડો ફાડીને ભારતીય જનસંઘની સ્થાપના કરવી પડી હતી. એ જનસંઘ ૧૯૭૧માં જનતા પાર્ટીમાં ભળી ગયો હતો અને ૧૯૮૦માં અળગો થઈને BJP બન્યો હતો.

માલવીયને સન્માનિત કરીને BJPની સરકાર પોતાના ભૂતકાળનું સન્માન કરી રહી છે. એમાં કંઈ ખોટું નથી. અગાઉની કૉન્ગ્રેસી સરકારોએ પણ આવું કર્યું છે. મૂળ વાંધો હિન્દુ મહાસભા અને એમાંથી સર્જાયેલાં સંગઠનોના ધ્રુવીકરણ સંબંધી દૃષ્ટિકોણ સામે છે.