વૈષ્ણોદેવી યાત્રા 2020: આજથી શરૂ, દરરોજ 2000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

16 August, 2020 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વૈષ્ણોદેવી યાત્રા 2020: આજથી શરૂ, દરરોજ 2000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

વૈષ્ણોવ દેવી

આજથી વૈષ્ણો દેવી(Vaishno Devi)ની યાત્રા શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારી(Coronavirus Epidemic)ને કારણે 18 માર્ચના રોજ વૈષ્ણો દેવીની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. પાંચ મહિના રાહ જોયા પછી આજે એટલે 16 ઑગસ્ટથી શ્રદ્ધાળુઓ ફરીથી મા વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોનાના કડક નિયમો સાથે યાત્રા શરૂ કરવામાં આવી છે. હાલ યાત્રાના પહેલા ચરણમાં દરરોજ માત્ર 2,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

એક દર્શનાર્થીએ જણાવ્યું કે કોરોનાને કારણે યાત્રા 5 મહિનાથી બંધ હતી, જમ્મૂથી અમારું આ પહેલું ગ્રુપ છે જે માતાના દર્શન માટે આવ્યું છે. અહીં સેનિટાઇઝર મશીને અને થર્મલ મશીન લગાડેલા છે. જેમનું ઑનલાઇન સિસ્ટમ રજિસ્ટ્રેશન છે તે લોકો જ માત્ર માતાના દર્શન કરી શકે છે.

ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી
જમ્મૂ-કાશ્મીર રાજ્ય પ્રશાસને ગયા મંગળવારે રાજ્યના ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપવાની સાથે સ્પષ્ટ અને કડક દિશા-નિર્દેશ પણ આપ્યા હતા. રાજ્ય પ્રશાસન દ્વારા લીલી ઝંડી મળ્યા પછી શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બૉર્ડે 16 ઑગસ્ટથી વૈષ્ણો દેવી યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

કડક નિયમો સાથે યાત્રા શરૂ
શ્રાઇન બૉર્ડના સીઇઓ રમેશ કુમારે જણાવ્યું કે પ્રથમ ચરણમાં ફક્ત 2000 શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન કરી શકશે. જેમાંથી 1900 જમ્મૂ કાશ્મીરથી, જયારે 100 અન્ય રાજ્યોના શ્રદ્ધાળુ હશે. અન્ય રાજ્યોથી આવનારા શ્રદ્ધાળુઓ માટે કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત છે. 10 વર્ષથી નાના અને 60 વર્ષથી વધારેની ઉંમરના લોકો તેમજ ગર્ભવતી મહિલાઓને પ્રથમ ચરણમાં યાત્રા કરવાની પરવાનગી નથી. દરેક શ્રદ્ધાળુએ માસ્ક અતવા ફેસ શિલ્ડ પહેરવું ફરજિયાત હશે અને સાથે જ શારીરિક અંતરનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પ્રથમ ચરણમાં દર્શન માટે વૈષ્ણો દેવી ભવન તરફ જનારા શ્રદ્ધાળુઓ ફક્ત પારંપરિક માર્ગમાંથી જવાનું રહેશે અને દર્શન બાદ ફરી નવા તારાકોટ માર્ગ પરથી આવવાનું રહેશે.

શ્રદ્ધાળુઓનું ઑનલાઇ રજિસ્ટ્રેશન
શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રાને લઈને શ્રદ્ધાળુઓએ ફક્ત ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઇચ્છુક શ્રદ્ધાળુઓને યાત્રા રજિસ્ટ્રેશન કેન્દ્રમાંથી તત્કાળ યાત્રા ટિકિટ ઉપલબ્ધ નહીં થાય.

આરોગ્ય સેતુ એપ હોવી ફરજિયાત
માતા વૈષ્ણો દેવી યાત્રા કરનારા બધાં શ્રદ્ધાળુઓના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજિયાત છે.

શ્રદ્ધાળુઓ માટે શરૂ થશે લંગર
શ્રદ્ધાળુઓની સુવિધા માટે મા વૈષ્ણો દેવીના નવા તારાકોટ માર્ગની સાથે જ સાંઝી છત માર્ગ પર સ્થાપિત નિઃશુલ્ક લંગર ફરી શરૂ કરવામાં આવશે. આની સાથે જ શ્રાઇન બૉર્ડ દ્વારા વૈષ્ણો દેવી ભવન સાથે જ સાંઝી છત, ભૈરવ ઘાટી વગેરે સ્થલો પર પોતાના ભોજનાલય પણ શ્રદ્ધાળુઓ માટે શરૂ કરવામાં આવશે.

કટડામાં સ્થાપિત હશે કોવિડડ-19 રેપિડ સેન્ટર
પ્રશાસન દ્વારા કટડામાં ત્રણ કોવિડ રેપિડ સેન્ટર નવા બસ સ્ટેન્ડ, કટડા હેલીપેડ અને વૈષ્ણો દેવીના પ્રવેશ માર્ગ દર્શની ડ્યોઢીમાં સ્થાપિત હશે. ત્યાં બધાં શ્રદ્ધાળુઓના ટેસ્ટ કરવામાં આવશે.

national news