ચંદ્ર ગ્રહણ 2019: જાણો આ ચંદ્ર કેમ કહેવાશે સુપર બ્લડ વુલ્ફ મૂન

20 January, 2019 06:12 PM IST  | 

ચંદ્ર ગ્રહણ 2019: જાણો આ ચંદ્ર કેમ કહેવાશે સુપર બ્લડ વુલ્ફ મૂન

જાણો શું છે સુપર વુલ્ફ બ્લડ મૂન

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે ખાસ

2019નું પહેલું ચંદ્રગ્રહણ 20 અને 21 જાન્યુઆરીની મધ્યરાત્રિએ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ સુપર બ્લડ વુલ્ફ મૂનના નામથી ઓળખવામાં આવે છે. ચંદ્ર જ્યારે ધરતીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે સુપર મૂન કે લાલ તાંબાના રંગ જેવો નજરે પડે છે. દરેક પૂર્ણિમાનું એક ખાસ નામ હોય છે. આ 20 જાન્યુઆરીએ સુપર બ્લડ વુલ્ફ મૂન 8 વાગ્યેને 6 મિનિટે શરૂ થશે અને 21 જાન્યુઆરીએ 1 વાગ્યેને 18 મિનિટે પૂર્ણ થઈ જશે.

કેટલીક જનજાતીઓએ આપ્યું નામ

સુપર બ્લડ વુલ્ફ મૂન ખુલી આંખોથી જોઈ શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ ગ્રહણનું અનોખું નામ નેટિવ અમેરિકી જનજાતિઓએ આપ્યું છે. તેમના અનુસાર પૂનમની રાત્રે ભોજનની તલાશમાં નિકળતા શિયાળઓ તાંબાના રંગનો લાલ ચંદ્ર જોઈને જોર જોરથી ચિલ્લાય છે. જેના કારણે તેને આવું નામ આપવામાં આવ્યું છએ. જે બાદ સુપર બ્લડ વુલ્ફ મૂન કહેવાયો. એવું પણ કહેવામાં આવે છે તે ગ્રહણ એક કરતા વધારે ખગોળીય ઘટનાઓનો સંયોગ છે અને 21 જાન્યુઆરીની રાત્રે આ જ કારણે અનેક અનોખો નજારો આકાશમાં જોવા મળશે. જો કે આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે.

ત્રણ વર્ષ સુધી જોવી પડશે રાહ

આ નજારો અમેરિકાના કેટલાક ભાગો અને પશ્ચિમી આફ્રિકામાં સૌથી વધુ સ્પષ્ટ રૂપથી જોવા મળશે. ખાસ વાત એ છે કે લગભગ ત્રણ વર્ષની રાહ બાદ કોઈ પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. એટલે કે 21 જાન્યુઆરી બાદ આગામી પૂર્ણ ચંદ્ર ગ્રહણ 26 મે 2021માં જોવા મળશે.  એટલે જેને આ ખૂબસુરત નજારો પોતાની યાદોમાં કેદ કરી લે. આ પહેલા પૂર્ણ ચંદ્ર ગ્રહણ 27 જુલાઈએ નજરે પડ્યું હતું.

national news