લખનઉ: વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

02 February, 2020 03:59 PM IST  |  Lucknow

લખનઉ: વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

લખનઉના હઝરતગંજ વિસ્તારમાં રવિવારે વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને મળેલી માહિતી અનુસાર રણજીત બચ્ચન સવારે મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. ગ્લોબ પાર્ક પાસે એક બદમાશે એમના પર ગોળી ચલાવી હતી.

રણજીત પહેલા અખિલ ભારતીય હિન્દુ મહાસાભાના સદસ્ય હતા. બાદ એમણે પોતાનું સંગઠન બનાવ્યું હતું. ગોળી એમના માથા પર વાગી જેથી જગ્યા પર જ તે મૃત્યુ પામ્યા. ઘટના સમયે એમની સાથે તેમના પિત્રાઈ ભાઈ આદિત્ય પણ હતા જેને હાથ પર ગોળી લાગી અને તેઓ ઘાયલ થઈ ગયા, પોલીસે સારવાર માટે એમને ટ્રોમા સેન્ટર મોકલ્યા છે. રણજીત બચ્ચનનો શનિવારે જન્મદિવસ હતો અને શનિવારે રાતે એમના ઘરે બર્થ-ડે પાર્ટી પણ થઈ હતી. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરિવારે હાલ કોઈ શંકા વ્યક્ત કરી નથી.

વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચન આશિયાનાની ઓસીઆર બિલ્ડિંગમાં રહેતા હતા. રણજીત બચ્ચન મૂળરૂપથી ગોરખપુરના રહેવાસી હતી, તેઓ સમાજવાદી પાર્ટીના સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરતા હતા. એમણે વિશ્વ હિન્દુ મહાસભાનું સંગઠન બનાવ્યું હતું.

પત્નીએ કરાવી હતી એફઆઈઆર

રણજીત બચ્ચન પહેલા સપના કાર્યકર્તા હતા. એમણે સપા સરકારમાં ઓસીઆરમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા ભૂતપૂર્વ પત્નીએ એમના વિરૂદ્ધ ગોરખપુરમાં એફઆઈઆર નોંધાવી હતી. આજે સવારે રણજીત અને એમની પત્ની અલગ-અલગ મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા.

ઘટનાસ્થળેથી રંજીત બચ્ચનના બે મોબાઇલ ફોન મળી આવ્યા છે. સાઇબર સેલ ટીમ એક મોબાઇલનો ડેટા તપાસી રહી છે. જ્યારે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

lucknow Crime News national news