વિદેશી કંપનીઓને બોલાવનારાઓ આજે સ્થાનિક કંપનીઓ સામે વિરોધ કરે છેઃ મોદી

17 February, 2021 02:30 PM IST  |  Lucknow | Agency

વિદેશી કંપનીઓને બોલાવનારાઓ આજે સ્થાનિક કંપનીઓ સામે વિરોધ કરે છેઃ મોદી

નરેન્દ્ર મોદી

વિરોધ પક્ષો પર ખેતપેદાશોની વેચાણ વ્યવસ્થા સંબંધી નવા કાયદા વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ મૂકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે લોકોએ ખેતપેદાશોના બજારમાં વિદેશી કંપનીઓને લાવવાના કાયદા ઘડ્યા હતા એ જ લોકો સ્થાનિક કંપનીઓને લાવવા સામે ખેડૂતોને ડરાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં યોદ્ધા રાજા સુહૈલ દેવની પ્રતિમાના શિલારોપણ વિધિના કાર્યક્રમને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે સક્ષમ અને યોગ્ય નેતૃત્વનો ખાલીપો ધરાવતી અગાઉની સરકારોની ભૂલો અમારી સરકાર સુધારી રહી છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘કૃષિ ક્ષેત્રે સુધારાના નવા કાયદાથી નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને લાભ થશે. હવે તો એવી સ્થિતિ આવી છે કે કૃષિ સુધારા કાયદા વિશે ખોટો પ્રચાર કરનારાઓને ખેડૂતો જ ઉઘાડા પાડી રહ્યા છે. ખોટો પ્રચાર કરીને તેઓ રાજકારણ ખેલતા હોવાનું સૌ જાણી ચૂક્યા છે.

national news narendra modi lucknow