યુપીમાં આજથી સરકારી ઑફિસમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે

25 May, 2020 09:47 AM IST  |  Lucknow | Agencies

યુપીમાં આજથી સરકારી ઑફિસમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે

યોગી આદિત્યનાથ

યોગી સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આજથી એટલે કે સોમવારથી દરેક સરકારી ઑફિસમાં ૫૦ ટકા સ્ટાફ કામ કરી શકશે. સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સુરક્ષા ઉપાયોનું પણ ધ્યાન રાખવામાં આવશે અને સાથે કર્મચારીએ ફોનમાં આરોગ્ય સેતુ ઍપનો ઉપયોગ કરવાનો રહેશે. આ તમામ બાબતોની સાવચેતી સાથે લાંબા સમય બાદ ઑફિસો કાર્યરત થશે.

કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લૉકડાઉન ચાલુ છે. જોકે લૉકડાઉનના ચોથા તબક્કામાં જનતાને ઘણી સુવિધા આપવામાં આવી છે. કોરોનાની સાથે સરકારોએ દેશના અર્થતંત્રને પાટા પર રાખવા માટે કામ કરવું પડ્યું હતું. આ જ રીતે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર તરફથી એક નવો આદેશ આવ્યો છે જેના આધારે આજથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ ૫૦ ટકા કર્મચારીઓ સાથે ખોલવામાં આવશે.

રાજ્યના મુખ્ય સચિવ આર. કે. તિવારીએ ૫૦ ટકા કર્મચારીઓ સાથે સરકારી કચેરીઓ ખોલવાનો આ આદેશ આપ્યો છે. હુકમ મુજબ સરકાર સાથે સંબંધિત તમામ કચેરીઓ હવે ખોલવામાં આવશે. આ માટે ૩ શિફ્ટમાં સમય ફાળવવામાં આવ્યો છે. નવી સિસ્ટમ મુજબ સવારે ૯થી સાંજના ૭ વાગ્યા સુધી સરકારી કચેરીઓમાં ૩ શિફ્ટમાં કામગીરી કરવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે ૯થી સાંજના ૫, બીજી શિફ્ટ સવારે ૧૦થી સાંજના ૬ અને ત્રીજી શિફ્ટ સવારે ૧૧થી સાંજે ૭ વાગ્યા સુધી.

yogi adityanath uttar pradesh national news coronavirus covid19 lockdown