Lockdown 5.0: LPG સિલિન્ડરના ભાવમાં 110 રૂપિયાનો વધારો

01 June, 2020 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Lockdown 5.0: LPG સિલિન્ડરના ભાવમાં 110 રૂપિયાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) માહામારી સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા Lockdown 5.0ના પહેલાં જ દિવસે સામાન્ય જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને ઈન્ટરનેશનલ ઓઈલ કંપની (IOC)એ સબ્સિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવવધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામ વાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થતા નવો ભાવ વધીને 593 રૂપિયા થઈ ગયો છે. જ્યારે બીજી તરફ 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 110 રૂપિયા વધીને 1139.50 રૂપિયા થઈ ગયો છે.

IOCની વેબસાઇટ પર મૂકવામાં આવેલા ભાવ મુજબ, હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ જે 581.50 રૂપિયા હતો તેમાં 11.50 રૂપિયાનો વધારો થતા હવે ભાવ 593 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં 616.00 રૂપિયા, મુંબઈમાં 590.50 રૂપિયા અને ચેન્નઈમાં 606.50 રૂપિયા ભાવ થઈ ગયો છે જે ક્રમશઃ 584.50 રૂપિયા, 579.00 રૂપિયા અને 569.50 રૂપિયા હતો.

19 કિલોગ્રામ વાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. જે પહેલી જૂનથી એટલે કે આજથી લાગૂ થશે. દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 110 રૂપિયા વધારો થતા 1029.50 રૂપિયાના સિલિન્ડરના ભાવ પહેલી જૂનથી 1139.50 થઈ ગાય છે છે. તે જ રીતે કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ વધીને 193.50 રૂપિયા, મુંબઈમાં 1087.50 રૂપિયા અને ચેન્નઈમાં 1254.00 રૂપિયા પર આવી ગયો છે.

national news lockdown