LPG Price Hike: 12 દિવસમાં સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો બીજો વધારો, મુંબઈમાં ભાવ હજારને પાર

19 May, 2022 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1,003 રૂપિયા થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં મોંઘવારી વધી રહી છે, જેથી સામાન્ય માણસ કંટાળી ગયો છે. આજે ફરી એકવાર ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. નવા દરો અનુસાર, દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1,000 રૂપિયાને વટાવી ગઈ છે. આજે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3.50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયા હશે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1,003 રૂપિયા થઈ ગયો છે. આજે એલપીજીની કિંમત કોલકાતામાં 1,029 રૂપિયા અને ચેન્નાઈમાં 1,018.5 રૂપિયા પર પહોંચી ગઈ છે.

માત્ર 12 દિવસમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 7 મે, 2022ના રોજ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને તે જ સમયે એલપીજીના દરોમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મે મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના દરો બમણા કરવામાં આવ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

national news