પ્રજા પર ફરી મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં અધધ વધારો, જાણો વિગતો

06 July, 2022 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘરેલું ગેસ સિલિન્ડર (Gas Cylinder Price) આજથી મોંઘા થઈ ગયા છે. ઘરેલુ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

ઘરેલું ગેસ સિલિન્ડર (Gas Cylinder Price) આજથી મોંઘા થઈ ગયા છે. ઘરેલુ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે 5 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 18 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા એલપીજી કનેક્શન પણ મોંઘા થયા 
નવું એલપીજી ગેસ કનેક્શન મેળવવું પણ મોંઘું થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલું ગેસના નવા કનેક્શનના ભાવમાં ધરખમ વધારો કર્યો હતો. જે બાદ નવા ગ્રાહકોને ગેસ કનેક્શન મેળવવા માટે 2200 રૂપિયા ખર્ચવાની વાત સામે આવી હતી. પહેલા આ કિંમત 1450 રૂપિયા હતી.

ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે 5 કિલોના સિલિન્ડરની સુરક્ષા હવે 800ની જગ્યાએ 1150 કરી દેવામાં આવી છે.

રેગ્યુલેટર પણ મોંઘા
ગેસ સિલિન્ડરની જેમ તેના રેગ્યુલેટર પણ મોંઘા થયા છે. પહેલા તમારે રેગ્યુલેટર માટે 150 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ બાદમાં આ માટે 250 રૂપિયા ચૂકવવાની વાત થઈ હતી.

ઉજ્જવલા યોજનાને પણ ફટકો પડ્યો
વડાપ્રધાનની ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ મોંઘવારીનો માર પડ્યો છે. જો આ ગ્રાહકો તેમના કનેક્શન પર સિલિન્ડર ડબલ કરે છે, તો બીજા સિલિન્ડર માટે વધેલી સુરક્ષા રકમ ચૂકવવી પડશે. જો કે, જો કોઈ વ્યક્તિ ઉજ્જવલા યોજના હેઠળ નવું કનેક્શન મેળવે છે, તો સિલિન્ડરની રકમ પહેલાની જેમ જ આપવી પડશે.

ડબલ સિલિન્ડર પર પણ અસર
દેશમાં ઘણા લોકો 14.2 કિલો વજનના ગેસ સિલિન્ડરનું ડબલ કનેક્શન લે છે, જે તમારા રસોડામાં ઉપયોગી છે. આનાથી તેમને રિફિલ કરવામાં સરળતા રહે છે, સાથે જ ગેસની પણ કોઈ અછત ઉભી થતી નથી. અગાઉ ડબલ કનેક્શન માટે ગ્રાહકોને રૂ. 2900 ચૂકવવા પડતા હતા. પરંતુ હવે 4400 રૂપિયામાં ડબલ કનેક્શન મળશે.

જાણો કયા શહેરમાં કેટલો ભાવ છે

દિલ્હી- 1053
મુંબઈ -1053
પટના -1143
લખનૌ -1091
ઇન્દોર -1081
કોલકાતા- 1079
ચેન્નાઈ -1069
આગ્રા- 1066
ગોરખપુર- 1062
અમદાવાદ- 1060

national news