લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત એલપીજી સિલિન્ડરમાં 61 રૂપિયાનો ઘટાડો

02 April, 2020 12:22 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત એલપીજી સિલિન્ડરમાં 61 રૂપિયાનો ઘટાડો

ફાઈલ ફોટો

લૉકડાઉનની વચ્ચે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડેનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં ૧૪.૨ કિલો નૉન-સબસિડીની કિંમત હવે ૭૪૪ રૂપિયા થઈ ગઈ છે.

પહેલાં દિલ્હીમાં આ સિલિન્ડર ૮૦૫.૫૦ રૂપિયાના ભાવમાં મળી રહ્યો હતો. આ પ્રમાણે દિલ્હીમાં નૉન-સબસિડી સિલિન્ડર ૬૧.૫૦ રૂપિયા સસ્તો થયો છે.

હવે નૉન-સબસિડી સિલિન્ડરની કિંમત કલકત્તામાં ૭૭૪.૫૦ રૂપિયા, મુંબઈમાં ૭૧૪.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૭૬૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે જે ક્રમશઃ ૮૩૯.૫૦ રૂપિયા, ૭૭૬.૫૦ રૂપિયા અને ૮૨૬ રૂપિયા હતો.

આ સતત બીજો મહિનો છે, જ્યારે એલપીજીની કિંમત ઘટી છે. છેલ્લે ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવ વધ્યા હતા ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ૧૪ કિલોગ્રામના ગૅસ-સિલિન્ડરના ભાવ ૧૪૪.૫૦ રૂપિયા વધી ગયા હતા. કલકત્તામાં ૧૪૯ રૂપિયા, મુંબઈમાં ૧૪૫ રૂપિયા અને ચેન્નઈમાં ૧૪૬ રૂપિયાનો વધારો થયો હતો.

national news new delhi