એલપીજી ગેસમાં રૂ.11.42નો કમરતોડ વધારો

06 October, 2012 10:25 AM IST  | 

એલપીજી ગેસમાં રૂ.11.42નો કમરતોડ વધારો


ફાઈલ તસવીર : મુંબઈના વડાલા ખાતે એલપીજી સિલિન્ડર લેવા માટેની લાઈન


નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2012


આજે બપોરે કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરમાં રૂ.11.42નો વધારો ઝીંક્યો છે જેના કારણે લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.

સરકારે આ વધારા માટે કારણ આપતા જણાવ્યું હતું કે વ્યવસાયિક અને ઘરેલું એમ બંને પ્રકારના સિલિન્ડર માટે પ્રતિ સિલિન્ડર રૂ.65ના કમિશનની માગણી છેલ્લા ઘણા સમયથી ડીલર્સ કરી રહ્યાં હતાં.

જેથી નેશનલ ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ ઓફ ઇન્ડિયાએ આ વધારા માટે કેન્દ્રનો દરવાજો ખટખટાવ્યો હતો અને કહ્યું હતું કે એલપીજીની કિંમતો એકસમાન જ રાખવામાં આવે જેથી તેની રાહત સીધી તેના લાભકર્તાને મળી રહે.