ઓછા વોટિંગથી સલમાન ખાન ગુસ્સે ભરાયો

16 October, 2014 03:55 AM IST  | 

ઓછા વોટિંગથી સલમાન ખાન ગુસ્સે ભરાયો



મતદાન માટે મુંબઈ સાથે મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાંથી સામાન્ય નાગરિકો ઘરની બહાર નીકળ્યા ન હતા. મુંબઈમાં ઍક્ટરો અને કલાકારોએ સવારથી મતદાન-કેન્દ્રો પર ઉપસ્થિત રહી લોકોને આહ્વાન કર્યું હતું. સેલિબ્રિટીના આહ્વાન સામે મતદારોએ લક્ષ આપ્યું નહોતું અને આ કારણે જ દબંગ સલમાન ખાન રોષે ભરાયો હતો.

જે લોકો મતદાન કરવા બહાર નહોતા પડ્યા તેમના પ્રત્યે સલમાને રોષ ઠાલવતાં કહ્યું હતું કે ‘વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદાનના દિવસે સરકાર સાર્વજનિક રજા જાહેર કરે છે પણ મતદાન માટે મળેલી રજામાં લોકો ઘરે બેસી મોજમજા કરે છે અને કેટલાક લોકો તો પિકનિક પર નીકળી જાય છે. આ લોકો જ રાજકારણના નામે પછી બૂમો પાડશે અને ટીકાઓ કરતા ફરશે.’