લોકસભા 2019: ભાજપ શોધી રહ્યું છે એવો નારો જ ચડી જાય લોકજીભે

14 January, 2019 09:19 PM IST  | 

લોકસભા 2019: ભાજપ શોધી રહ્યું છે એવો નારો જ ચડી જાય લોકજીભે

શું હશે 2019 માટે ભાજપનો નારો?

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણીના નારા પર ચર્ચા થઈ. જેમાં સરળ, આકર્ષક અને લોકજીભે ચડી જાય તેવા નારા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. 'અબ કી બાર મોદી સરકાર'નો ભાજપનો નારો હવે બદલાઈ શકે છે. કદાચ આ વખતે આ નારો 'એક બાર ફિર મોદી સરકાર' હોઈ શકે છે. ભાજપ એવો નારો શોધી રહી છે જે લોકોની જીભ પર આસાનીથી ચડી શકે.

ગયા અઠવાડિયે 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અલગ અલગ સમિતિઓની રચના કરી છે. સમિતિની રચના બાદ ત્રણ બેઠકો થઈ ચુકી છે. એ તો નક્કી છે કે નેતૃત્વ અને પ્રદર્શન પર ભાજપનું સૌથી વધુ ધ્યાન રાખશે. નેતૃત્વને ભાજપે ત્રણ ભાગમાં વહેચ્યું છે.

નેતૃત્વનો પહેલો ભાગ છે નિયત. જેમાં સ્પષ્ટ કરવામાં આવશે કે વડાપ્રધાનની નિયત સવાલથી પર છે. વિપક્ષ પણ તેમના પર આંગળી ન ચીંધી શકે કે તેમણે પોતાના કે પોતાના પરિવાર માટે કાંઈ કર્યું છે. રાફેલને લઈને વિપક્ષે આરોપ લગાવ્યા પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે સાફ કરી દીધું છે કે તેમની નિયતમાં ખોટ નથી. નેતૃત્વનો બીજો ભાગ મહેનત રહેશે. હાલમાં જ ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જો જનતા 12 કલાક કામ કરશે તો તેઓ 18 કલાક કામ કરશે. અને ત્રીજો ભાગ છે નિર્ણાયક હોવાનો. જે રીતે તેમણે GST, નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયો લીધા તે તેમની નિર્ણયશક્તિ દર્શાવે છે.     

આ પણ વાંચોઃ JNUમાં નારેબાજીનો મામલોઃ ચાર્જશીટ દાખલ થતા કન્હૈયાએ માન્યો PMનો આભાર

અરૂણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણીના નારાઓ પર ચર્ચા થઈ. જેમાં સ્વીકારવામાં આવ્યું કે 'અબ કી બાર ફીર મોદી સરકાર' બોલવામાં સાતત્ય નથી જળવાતું. જેના કારણે તેને આકર્ષક બનાવવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે.

bharatiya janata party narendra modi amit shah