લોકસભા માટે યૂપીમાં સપા-બસપામાં થઈ બેઠકોની વહેંચણી, મુલાયમ સિંહ નારાજ

21 February, 2019 07:06 PM IST  |  લખનઊ

લોકસભા માટે યૂપીમાં સપા-બસપામાં થઈ બેઠકોની વહેંચણી, મુલાયમ સિંહ નારાજ

સપા-બસપામાં થઈ સીટની વહેંચણી

લોકસભા 2019 માટે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે આજે સીટોની વહેંચણી થઈ ગઈ છે. બંને પાર્ટીઓ મળીને 75 બેઠકો પણ ચૂંટણી લડશે. જેમાં બસપાના ફાળે 38 અને સપાના ફાળે 37 બેઠકો આવી છે.

માયાવતી અને અખિલેશે પરસ્પર સહમતિથી બેઠકોની આ વહેંચણીની જાહેરાત કરી છે.

બહુજન સમાજ પાર્ટી 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને સમાજવાદી પાર્ટી 37 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. અમેઠી અને રાયબરેલીમાં બંનેમાંથી કોઈ પાર્ટી પોતાના ઉમેદવાર નહીં ઉતારે. સમાજવાદી પાર્ટીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો આપવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો મળી છે.

બહુજન સમાજ પાર્ટીની બેઠકો
સહારનપુર, બિજનૌર, નગીના, અમરોહા, મેરઠ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહર, અલીગઢ, આગરા, ફતેહપુર, સિકરી, આંવલા, શાહજહાંપુર, ધૌરહરા, સીતાપુર, મિશ્રિખ મોહનલાલગંજ, સુલ્તાપુર, પ્રતાપગઢ, ફર્રુખાબાદ, અકબરપુર, જાલૌન, હમીરપુર, ફતેહપુર, અમ્બેડકરનગર, કૈસરગંજ, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સંતકબીરનગર, દેવરિયા, બાંસગાંવ, લાલગંજ, ઘોસી, સલેમપુર, જૌનપુર, મછલીશહર, ગાજીપુર, ભદોહી

સમાજવાદી પાર્ટીની બેઠકો
પશ્ચિમ ઉત્તર પ્રદેશ, અવધ, બુંદેલખંડ અને પૂર્વાંચલમા સપાને બેઠકો મેળવી છે. કૈરાના, મુરાદાબાદ, રામપુર, સંભલ, ગાઝિયાબાદ, હાથરસ, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયૂં, બરેલી, પીલીભીત, ખીરી, હરદોઈ, ઉન્નાવ, લખનઊ, ઈટાવા, કન્નૌજ, કાનપુર, ઝાંસી, બાંદા, કૌશામ્બી, ફૂલપુર, ઈલાહાબાદ, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, ગોંડા, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, આઝમગઢ, બલિયા, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, રોબર્ટગંજ.

રાષ્ટ્રીય લોકદળ ત્રણ બેઠકો પણ ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોકદળને સમાજવાદી પાર્ટીના ક્વોટાથી થોડી વધારે બેઠકો પણ મળશે.

મુલાયમ સિંહ નારાજ!
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનથી મુલાયમ સિંહ નારાજ હોવાના આસાર દેખાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા મુલાયમ સિંહે કહ્યું કે, પક્ષના જ કેટલાક લોકો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે.

akhilesh yadav mayawati samajwadi party bahujan samaj party lucknow