આતંકીઓ સાથે ઈલૂ-ઈલૂ કરે રાહુલ અને લાલૂ અમે આપીશું તેમને જવાબઃ અમિત શાહ

28 April, 2019 04:54 PM IST  |  બિહાર

આતંકીઓ સાથે ઈલૂ-ઈલૂ કરે રાહુલ અને લાલૂ અમે આપીશું તેમને જવાબઃ અમિત શાહ

અમિત શાહે કર્યા કોંગ્રેસ અને RJD પર પ્રહાર

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બિહારમાં છે. તેમણે પહેલા સીતામઢીમાં જનસભાને સંબોધન કર્યું. જે બાદ તેઓ સારણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને લાલૂ પ્રસાદ યાદવ આતંકીઓસાથે ઈલૂ-ઈલૂ કરતા રહેશે, અમે તેમને તેમની જ ભાષામાં જવાબ આપીશું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલા પટના પહોંચ્યા જ્યાંથી તેઓ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે સીતામઢી અને સારણ ગયા. જ્યાં તેમણે જેડીયૂના ઉમેદવાર સુનીલ પિંટૂ અને ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડી માટે ચૂંટણી સભાને સંબોધન કર્યું.

પાકિસ્તાનની ગોળીનો જવાબ આપશે ભારતનો ગોળોઃ શાહ
સીતામઢી અને સારણમાં રાજગની જનસભાઓને સંબોધન કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે ભાજપે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. એક એ સમય હતો, જ્યારે પાકિસ્તાનના આતંકવાદી અમારા દેશના સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા અને પીએમ મનમોહન સિંહ કાંઈ જ નહોતા કરી શકતા. જો પુલવામાં હુમલો થયો તો ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ પર બોમ્બ ફેંકીને તેમના ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા. જવાનોના ખૂનનો બદલો ખૂનથી લેનારા લોકોની યાદીમાં ઈઝરાયેલ અને અમેરિકા સાથે હવે ભારતનું નામ પણ જોડાઈ ગયું છે.

આતંકવાદીઓ સાથે ઈલૂ-ઈલૂ કરશે રાહુલ અને લાલૂઃ શાહ
કોંગ્રેસ અને રાજદ તરફ ઈશારો કરતા કહ્યું કે અમિત શાહે કહ્યું કે જે દિવસે પાકિસ્તાનની અંદર ઘુસીને ભારતે હુમલો કર્યો, ભારતમાં તેમના સરપરસ્તોના ચેહરા પર તેની અસર જોવા મળી રહી હતી. તેમણે આગળ સીધો હુમલો કરતા કહ્યું કે રાહુલ બાબા અને લાલૂ જી, તમને આતંકવાદીઓ સાથે ઈલૂ-ઈલૂ કરવું છે તો કરો. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. જો પાકિસ્તાન બોમ્બ ફેંકશે તો અમે તેમની સાથે બદલો લેશે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી સામે કેસ

આતંકવાદીઓને તેની ભાષામાં જ આપીશું જવાબ
પુલવામાં હુમલાની ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીની દ્રઢ રાજનૈતિક ઈચ્છાશક્તિના બળ પર વાયુસેનાના શૌર્યએ જ્યારે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યું તો 'મહામિલાવટી ઠગબંધન'માં ખળભળાટ મચી ગયો. રાહુલ અને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતા એર સ્ટ્રાઈકના પુરાવા માંગવા લાગ્યા. અમિત શાહે કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયા છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ દેવામાં આવશે. ભારત રોકાશે નહીં

amit shah rahul gandhi lalu prasad yadav