રાબેતા મુજબ જ ગણતરી થશે : ચૂંટણી પંચ

23 May, 2019 08:33 AM IST  |  ન્યુ દિલ્હી

રાબેતા મુજબ જ ગણતરી થશે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચ

વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ અને વીવીપૅટને લઈને લગાવેલા આરોપોની વચ્ચે આજે ચૂંટણી પંચની બેઠક કરી. આ બેઠકમાં ચૂંટણી પંચ વીવીપૅટ અને ઈવીએમના મતની મેળવણી પર મહત્વનો નિર્ણય લેતાં વિપક્ષની ૫૦ ટકા મતોની માગણીને ફગાવી દીધી છે.

બુધવારે વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચે મોટો આંચકો આપ્યો છે. ચૂંટણી પંચે વીવીપૅટ મેળવણીની તેમની માગને ફગાવી દીધી છે, જેમાં ૫૦ ટકા સ્લિપની મેળવણીની વાત કહેવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે લાંબા મંથન બાદ કહ્યું છે કે વીવીપૅટ સ્લિપની ગણતરીમાં કોઈ ફેરફાર નહીં થાય. જે પ્રકારે ગણતરી થતી હતી એ પ્રમાણે જ થશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષની અનેક પાર્ટીઓએ ચૂંટણી પંચ સામે રજૂઆત કરી હતી કે વીવીપૅટની પચાસ ટકા સ્લિપની મેળવણી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ માગને લઈ મંગળવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં વિપક્ષના મોટા નેતાઓએ ચૂંટણી પંચની મુલાકાત કરીને રજૂઆત કરી હતી.

કાઉન્ટિંગ દરમિયાન દેશભરમાં હિંસાની શક્યતા: અલર્ટ જાહેર

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને સતર્ક રહેવા કહ્યું છે, કારણ કે ૨૩ મે ના ગણતરીના દિવસે દેશના વિવિધ રાજ્યોમાં હિંસક તોફાનો થવાની શકયતા છે. સાથે જ ગૃહમંત્રાલય દ્વારા દેશની જનતાને શાંતિની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો : Election 2019 : ચુંટણીના પરીણામો બાદ હિંસાના પગલે દેશભરમાં હાઇ એલર્ટ

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ૭ ચરણોમાં ગત ૧૯ મેના અંતિમ ચરણ સાથે પૂર્ણ થઈ છે, જેની ગણતરી આજે થનારી છે. આ પરિસ્થતિમાં કોઈપણ પ્રકારની અશાંત કે અપ્રિય ઘટનાને પહોંચી વાળવા માટે તમામ રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા છે.

Election 2019 Lok Sabha national news