BJPનાં દ​ક્ષિણ ગોવાનાં ઉમેદવાર પલ્લવી ડેમ્પોની કુલ સંપત્તિ છે ૧૪૦૦ કરોડ​​​ રૂપિયા

18 April, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તદુપરાંત તેમની પાસે દુબઈમાં એક અપાર્ટમેન્ટ છે જેની વર્તમાન બજારકિંમત ૨.૫ કરોડ રૂપિયા છે, જ્યારે લંડનના અપાર્ટમેન્ટની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે.

પલ્લવી ડેમ્પો

ભારતીય જનતા પાર્ટી (BJP)એ દક્ષિણ ગોવા મતવિસ્તારમાંથી બિઝનેસમૅન શ્રીનિવાસ ડેમ્પોનાં પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર તરીકે ઊભાં રાખ્યાં છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટરેટમાં રિટર્નિંગ ઑફિસર સમક્ષ નોંધાવેલા ૧૧૯ પાનાંના ઍફિડેવિટમાંથી જાણવા મળે છે કે પતિ શ્રીનિવાસ સાથેની તેમની કુલ સંપત્તિ અંદાજે ૧૪૦૦ કરોડ રૂપિયા છે. ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફુટબૉલ લીગની ફ્રૅન્ચાઇઝથી લઈને રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, જહાજ બાંધકામ, એજ્યુકેશન અને માઇનિંગ સુધી વિસ્તરેલો છે. પલ્લવીએ ઍફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે ૨૫૫.૪ કરોડ રૂપિયાની જંગમ મિલકત છે, જ્યારે તેમના પતિ પાસેની સંપત્તિનું કુલ મૂલ્ય ૯૯૪.૮ કરોડ રૂપિયા છે. તદુપરાંત તેમની પાસે દુબઈમાં એક અપાર્ટમેન્ટ છે જેની વર્તમાન બજારકિંમત ૨.૫ કરોડ રૂપિયા છે, જ્યારે લંડનના અપાર્ટમેન્ટની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે.

national news Lok Sabha Election 2024 goa bharatiya janata party