હું હીરોઈન કે સ્ટાર નથી પરંતુ તમારી દીકરી છું: કંગના રનૌત

29 March, 2024 04:02 PM IST  |  Mumbai | Harish Bhimani

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મંડીથી ઉમેદવાર બનાવ્યા બાદ કંગના રનૌત પ્રચાર માટે મંડી પહોંચી હતી. અહીં તેણે રોડ શો દરમિયાન કહ્યું હતું કે હું તમારી દીકરી છું, સ્ટાર કે હિરોઈન નથી.

કંગના રનૌત

Kangana Ranaut reached Mandi: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવ્યા છે. આ દરમિયાન કંગના રનૌત ચૂંટણી પ્રચાર માટે મંડી પહોંચી હતી. અહીં તેણે રોડ શો કર્યો અને આ દરમિયાન તેણે કહ્યું કે એવું ન વિચારો કે હું હીરોઈન છું કે સ્ટાર. કંગનાને તમારી દીકરી, બહેન અને પરિવાર માનો. તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા મંડી લોકસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવ્યા બાદ કંગના રનૌતે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મારી માટીએ મને બોલાવી છે અને મને મારી માટીની સેવા કરવાનો મોકો મળ્યો છે, એના માટે તમારો આભાર. 

કંગના રનૌત અને સુપ્રિયા શ્રીનેત વચ્ચે બબાલ

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ અભિનેત્રી હાલમાં જ દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઓફિસ પહોંચી હતી. અહીં તેમણે લગભગ એક કલાક સુધી વાત કરી અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. કંગના રનૌતે મંડી સીટ પરથી પાર્ટીની ટિકિટ આપવા બદલ પાર્ટી અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં કંગના રનૌત અને કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના મામલાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં, સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા આઈડી પરથી કંગના રનૌતને લગતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવામાં આવી હતી.

સુપ્રિયા શ્રીનેતો આપી હતી સ્પષ્ટતા 

આ મામલાએ જોર પકડતાં જ તે પોસ્ટ સુપ્રિયા શ્રીનેતના ફેસબુક આઈડી પરથી હટાવી દેવામાં આવી હતી. આ પછી સુપ્રિયા શ્રીનેતે પોતાનું નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેનું ફેસબુક આઈડી ઘણા લોકો પાસે છે. આવી અભદ્ર પોસ્ટ તેમાંથી કોઈએ શેર કરી હતી. તેણે કહ્યું કે જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું કોઈપણ મહિલા વિશે આવી અભદ્ર પોસ્ટ શેર કરી શકતી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આવી અભદ્ર પોસ્ટ કોણે શેર કરી છે. તેણે કહ્યું કે ટ્વિટર પર મારા પેરોડીના નામે ચાલતા ફેક એકાઉન્ટ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.

kangana ranaut himachal pradesh national news Lok Sabha Election 2024