નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાની કેમ ના પાડી? કારણ કે તેમની પાસે ‘ફન્ડ’ જ નથી

28 March, 2024 09:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રેસિડન્ટ જે. પી. નડ્ડાએ ફાઇનૅન્સ મિનિસ્ટરને આંધ્ર પ્રદેશ અથવા તામિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો

ફાઇલ તસવીર

‘ટાઇમ્સ નાઓ સમિટ-2024’માં એક પ્રશ્નના જવાબમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પાર્ટીએ મને લોકસભાની ચૂંટણી લડવા કહ્યું હતું, પણ મારી પાસે ઇલેક્શન લડવા માટે જેટલા પૈસાની જરૂર પડે એ ‘ફન્ડ’ ન હોવાથી મેં પાર્ટીને ના પાડી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રેસિડન્ટ જે. પી. નડ્ડાએ ફાઇનૅન્સ મિનિસ્ટરને આંધ્ર પ્રદેશ અથવા તામિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.

સાતથી દસ દિવસ સુધી વિચાર્યા બાદ મેં ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી, કારણ કે મારી પાસે ચૂંટણી લડવા ‘ફન્ડ’ જ નથી એમ જણાવીને તેમણે કહ્યું હતું કે ‘ચૂંટણી જીતવા માટે અમુક ક્રાઇટેરિયા જરૂરી હોય છે. જેમ કે તમે કયા સમાજમાંથી આવો છો? કયા ધર્મના છો? મારો પ્રૉબ્લેમ એ છે કે હું આ બધામાં ક્યાંય બંધબેસતી નથી. હું મારી પાર્ટીની આભારી છું કે એણે મારી આ રજૂઆત માન્ય રાખી.’

દેશનાં નાણાપ્રધાન પાસે ઇલેક્શન લડવા માટે કેમ ફન્ડ નથી એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘દેશની પૂંજી મારી નથી. મારો પગાર, મારી આવક અને મારી બચત જ મારી છે.’

જોકે નિર્મલા સીતારમણ હવે BJPના ઉમેદવારો માટે પ્રચાર કરવાનાં છે તેમ જ પાર્ટીની મીડિયા ઇવેન્ટ્સમાં હાજરી આપવાના છે.

Lok Sabha Election 2024 Lok Sabha nirmala sitharaman bharatiya janata party jp nadda national news