Lok Sabha Election 2019: બપોર 1 વાગ્યા સુધી થયું આટલું મતદાન

19 May, 2019 03:26 PM IST  |  દિલ્હી

Lok Sabha Election 2019: બપોર 1 વાગ્યા સુધી થયું આટલું મતદાન

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણી 2019 પોતાના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યા છે. આજે રવિવારે 17મા લોકસભાના માટે થઈ રહેલી ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી.

મતદાન શરૂ થવા પહેલા પ્રત્યેક બૂથ પર પાર્ટીઓના પોલિંગ એજન્ટની ઉપસ્થિતિમાં મૉક પોલ નાખીને ઈવીએમ ચેક કરવામાં આવી. પ્રત્યેક બૂથ પર 50 મૉક નાખીને ઈવીએમ મશીન ચેક કરવામાં આવી. બાદ આ મૉક પોલને મશીનથી ડિલીટ કરી આધિકારીક મતદાન શરૂ થઈ ચૂક્યું છે. શાંતિ પૂર્ણ મતદાન માટે બધા વોટિંગ સેન્ટરની બહાર સુરક્ષા માટે કડક બંદોબશ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળમાં છેલ્લા દિવસે થયેલી હિંસાને જોતા સુરક્ષા દળોને વધારે અલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 918 ઉમેદવાર મેદાનમાં છે. 2 વાગ્યા સુધીમાં લગભગ 41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં સૌથી વધુ 53%, મધ્યપ્રદેશમાં 46% મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કામાં પણ હિંસા થઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેનાં રોજ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સની દેઓલ, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવાર મેદાનમાં છે.

આ તબક્કામાં બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4, પંજાબની 13, ચંદીગઢની 1 સીટ પર મતદાન છે. આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

Lok Sabha Election 2019 national news