ફેસબુક પર ઉમેદવારોની ઓળખ માટે બે સર્વિસ શરૂ કરવામાં આવી

28 March, 2019 08:05 AM IST  | 

ફેસબુક પર ઉમેદવારોની ઓળખ માટે બે સર્વિસ શરૂ કરવામાં આવી

ફેસબુક (ફાઈલ ફોટો)

 

‘કૅન્ડિડેટ કનેક્ટ’ ઉમેદવારો સંબંધી જાણકારી માટે અને ‘શૅર યુ વોટેડ’ મતદાન સંબંધી માહિતી માટે રહેશે. ફેસબુકના સંચાલકોએ ફેક ન્યુઝ રોકવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.

ફેસબુકના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કૅન્ડિડેટ કનેક્ટ’ ટૂલને સેટિંગ્સના એક બુકમાર્ક અથવા ન્યુઝફીડમાં એક મેસેજ વડે ઍક્સેસ કરી શકાશે. એમાં ઉમેદવારો ૨૦ સેકન્ડના વિડિયો દ્વારા મતદારોને તેમનો પરિચય આપી શકશે. એ વિડિયોમાં તેઓ ચૂંટણી જીત્યા બાદ તેમના મતવિસ્તારની સમસ્યાઓ કેવી રીતે દૂર કરશે એની વિગતો પણ આપી શકશે.’

ફેસબુકના ડિરેક્ટર (પ્રોડક્ટ મૅનેજમેન્ટ ફૉર સિવિક ઇન્ટિગ્રિટી) સમિધ ચક્રબર્તીએ જણાવ્યું હતું કે ‘ઉમેદવારોએ ચાર પ્રશ્નોના જવાબરૂપ વિગતો ૨૦ સેકન્ડના વિડિયોમાં વર્ણવવાની રહેશે. ચૂંટણીપંચ પાસેથી ઉમેદવારોનાં નામ મેળવવા માટે થર્ડ પાર્ટી ઑર્ગેનાઇઝેશનની મદદ લેવાઈ રહી છે. ‘શૅર યુ વોટેડ’ ફીચર સોશ્યલ મીડિયા યુઝર્સને મતદાનમાં સહભાગી થવાની પ્રેરણા માટે શરૂ કરવામાં આવ્યું છે. એમાં યુઝર્સ વોટ આપ્યા પછી તેમનો ફોટોગ્રાફ શૅર કરી શકશે.

આ પણ વાંચો : ઉર્મિલા માંતોડકરે થામ્યો કોંગ્રેસનો હાથ, મુંબઈથી લડી શકે છે ચૂંટણી

ફેસબુક બધાને ઍગ્રીગેટ કરીને કોલાજ બનાવશે. એમાં મતદાન કરનારા ફ્રેન્ડ્સ લિસ્ટના સભ્યોની તસવીરોને પણ સામેલ કરવામાં આવશે. ત્યાર પછી યુઝર્સ એને વિડિયો ફૉર્મેટમાં શૅર કરી શકશે. બન્ને ટૂલ્સ ૧૨ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.’

facebook Lok Sabha Election 2019 national news