15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ 4 કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે

09 April, 2020 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ 4 કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે

ફાઈલ તસવીર

કોરોનાવાયરસ (COVID-19)ને લીધે જાહેર કરાયેલા લૉકડાઉનથી ભારતીય રેલવેનો સંપુર્ણ વાહનવ્યવહાર જે બંધ થઈ ગયો છે તે 15 એપ્રિલથી ફરી શરૂ તવાની શક્યતા છે. ભારતીય રેલવેએ ટ્રેનોના ઓપરેશનને શરૂ કરવા માટે જરૂરી પ્રોટોકોલ તૈયાર કરી દીધા છે. નવા પ્રોટોકોલ મુજબ, મુસાફરોએ ટ્રેનના નિયત સમયથી ચાર કલાક પહેલા રેલવે સ્ટેશને પહોચવું પડશે. રેલવે સ્ટેશનમાં પ્રવેશતા પહેલા પ્રત્યેક મુસાફરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. થર્મલ સ્ક્રિનિંગ પાસ કરનાર મુસાફરને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિને તાવ, ઉધરસ કે શરદી હશે તો તેમને પ્રવાસની મંજુરી આપવામાં નહીં આવે.

રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતિ મુજબ, 15 એપ્રિલથી આરક્ષિત નૉન એસી સ્લિપર શ્રેણીમાં જ મુસાફરી કરવાની મંજુરી હશે. ટ્રેનોમાં એસી કૉચ અને અનારક્ષિત કૉચ નહીં હોય. તેમજ માત્ર નૉન એસી સ્લિપર શ્રેણીમાં ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. દરમ્યાન કોઈપણ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ છે. જે મુસાફરો પાસે વેટિંગ ટિકિટ હશે તેઓને પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં નહીં આવે. સિવાય રેલવેએ સલાહ આપી છે કે વરિષ્ઠ નાગરિકોએ મુસાફરી ન કરવી.

પ્રવાસના 12 કલાક પહેલા મુસાફરે પોરતાના સ્વાસ્થય સાથે સંકળાયેલી તમામ માહિતિ 12 કલાક પહેલા રેલવેને આપવાની રહેશે. પ્રવાસ દરમ્યાન કોઈ મુસાફરમાં તાવ, ઉધરસ કે શરદીના લક્ષણ જણાશે તો ટ્રેન ઊભી રાખીને તેને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવશે. કોઈપણ બીનજરૂરી વ્યક્તિ ટ્રેનમાં ચડી  ન જાય એટલા માટે ટ્રેનના તમામ દરવાજા બંધ રાખવામાં આવશે. દરેક ટ્રેન ચોક્સ રૂટ પર નક્કી કરેલા અમુક જ સ્ટેશને જ ઊભી રહેશે. તેમજ સોશ્યલ ડિસટન્સિંગનું પાલન થાય એટલે બધા જ કોચની સાઈડ બર્થ ખાલી રહેશે. ઉપરાંત છ સીટ ભેગી કરીને એક કેબિન બનાવવામાં આવી છે અને પ્રત્યેક કેબિનમાં બે જ મુસાફરો પ્રવાસ કરી શકશે, તેમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: મુંબઈ: સીઝન ટિકિટને એક મહિના માટે લંબાવવાની રેલવેના ઉતારુઓની માગ

કોરોના વાયરસની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને બધા જ રેલવે સ્ટેશનો પર સામાન્ય ચાર્જ લઈને રેલવે માસ્ક અને મોજા પુરા પાડશે. સ્ટેશન પર અને ટ્રેનોમાં મુસાફરોએ તેમજ રેલવે સ્ટાફે માસ્ક પહેરવા અનિવાર્ય રહેશે.

ઉત્તર રેલવેએ લૉકડાઉન પુરૂ થયા બાદ 307 ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. જેમાં 133 ટ્રેનોની 100 ટકા સીટો આરક્ષિત હશે.

coronavirus covid19 indian government indian railways