પિતા લૉકડાઉનનું પાલન નહોતા કરતા એટલે પુત્રએ FIR નોંધાવી દીધી

03 April, 2020 05:25 PM IST  |  New Delhi | ANI

પિતા લૉકડાઉનનું પાલન નહોતા કરતા એટલે પુત્રએ FIR નોંધાવી દીધી

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને રોકવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસ લૉકડાઉનની જાહેરાત કરી છે અને પોતાના ઘરની લક્ષ્મણરેખા ન ઓળંગવાની વિનંતી કરી હતી. પણ દિલ્લીના વસંત કુંજમાં રહેતા વ્યક્તિને જાણે આ વાત સમજાઈ નહોતી. તે દરરોજ ઘરની બહાર ફરવા જતો. એટલે તેના 30 વર્ષીય દિકરાએ પોલીસમાં તેના વિરુધ્ધ FIR નોંધાવી છે. દિકરાએ પિતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે કે તે લૉકડાઉનના નિયમોનો ભંગ કરે છે. પોલીસે આ ફરિયાદ નોંધી પણ લીધી છે, પણ હવે તેના વિરુધ્ધ શું એક્શન લેવી તે પણ નક્કી કરવામાં આવી રહ્યું છે. પણ સોશ્યલ મિડિયામાં આ દિકરાની લોકો તારીફ કરી રહ્યાં છે. કોઈ તેને આધુનિક સમયનો શ્રવણ કહે છે તો કોઈ તેને કળયુગ કહે છે.

એએનઆઈના અહેવાલ મુજબ, વસંતકુંજના 30 વર્ષીય શખ્સે કરેલી ફરિયાદ મુજબ, તેના પિતા લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને દરરોજ સવારે આઠ વાગે ઘરની બહાર જાય છે. ફરિયાદીના પિતાને પહેલી એપ્રિલે કહેવામાં આવ્યું હતું કે તેઓ લૉકડાઉનના નિયમોનો ભંગ ન કરે.

સોશ્યલ મિડિયા પર લોકો વાતો કરી રહ્યાં છે કે, આ બધી રામાયણની અસર છે. રાષ્ટ્રધર્મને મોહથી ઉપર સ્થાન અપાયું છે. કળયુગ છે, આ દિકરો આધુનિક સમયનો શ્રવણ છે.

દરમ્યાન દિલ્હીમાં કોરોનાના 152 કન્ફોર્મ કેસ નોંધાયા છે અને બે લોકોનું મૃત્યુ થયું છે.

coronavirus covid19 delhi news new delhi delhi police vasant kunj