વડાપ્રધાન નરેન્દ્ર મોદી: લૉકડાઉન ભલે ન હોય પણ વાયરસ તો છે, સાવચેતી રાખો

20 October, 2020 06:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: લૉકડાઉન ભલે ન હોય પણ વાયરસ તો છે, સાવચેતી રાખો

તસવીર સૌજન્ય: એએનઆઈ

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે, 20 ઓક્ટરોબરના રોજ સાંજે છ વાગે દેશને નામ સંબોધન કર્યું.  વડાપ્રધાને દેશવાસીઓને વિનંતી કરીને કહ્યું છે કે, લૉકડાઉન ભલે ન હોય પણ વાયરસ તો છે એટલે હજી પણ સાવધાની રાખવાની જરૂર છે.

વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.

દેશમાં મૃત્યુ દર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝીલમાં આ આંકડો 25,000છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યુ છે. દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ જશે. કોરોના મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.

આ સમય બેદરકાર થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયા છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી. જો તમે બેદરકારી રાખો છો, માસ્ક વગર ફરી રહ્યા છો, તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધોને મોટા સંકટમાં નાંખી રહ્યા છો. આજે અમેરિકા કે યુરોપના અન્ય દેશો કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા. પણ આ દેશમાં ફરી તે અચાનક વધવા લાગ્યા છે અને તે પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

સંત કબીર દાસની એક વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, જ્યા સુધી સફળતા પૂરી ન મળી જાય ત્યાં સુધી બેદરકારી દાખવવી જોઈએ નહીં. જ્યા સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે કોરોના સામેની લડાઈને રતીભર ઓછી થવા દેવાની નથી. વર્ષો બાદ આપણે એવું જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવાવ માટે અનેક દેશ કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે મહેનત કરી રહ્યા છે. ભારતમાં પણ વેક્સિનને લઈ કામ ચાલી રહ્યું છે. તે વિવિધ તબક્કા હેઠળ છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે તે પ્રત્યેક ભારતીય સુધી કેવી રીતે પહોંચી તે અંગે સરકાર વ્યવસ્થા કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યા સુધી દવા નહી ત્યાં સુધી ઢીલ નહીં. તહેવારનો સમય આનંદ અને ખુશીનો સમય છે. આપણે એક મુશ્કેલ સમયને પાછળ રાખી આગળ વધી રહ્યા છીએ. થોડી લાપરવાહી પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. બે ગજનું અંતર, સમય સમયે સાબુથી હાથ ધોવા, માસ્ક લગાવવાને લઈ કાળજી રાખો. હું તમને સુરક્ષિત જોવા માંગુ છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ લાવે તેવું હું ઈચ્છુ છું. માટે હું સતત દેશવાસીઓને પણ આગ્રાહ કરું છું. મીડિયા, સોશિયલ મીડિયામાં એક્સિવ કર્મીઓને આગ્રહ કરું છું કે જેટલું શક્ય બને એટલું વધારે જનજાગૃતિ અભિયાન કરશો, એટલું દેશના હિતમાં રહેશે. મારા દેશવાસીઓ સ્વસ્થ્ય રહો. ઝડપી ગતિથી આગળ વધો. આપણે સૌ સાથે મળી સૌને અભિનંદન પાઠવું છું. હું નવરાત્રી, ઈદ, ગુરુનાક જયંતિ, દિવાળીની શૂભકામના પાઠવું છું.

તમને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં આ વડાપ્રધાનનું સૌથી ટુંકુ ભાષણ હતું. આજે તેઓ 12 મિનિટ બોલ્યા હતા.

coronavirus covid19 national news narendra modi lockdown