Lockdown Effects: Parle-G બિસ્કિટનું વેચાણ આઠ દાયકાના ટૉપ પર

10 June, 2020 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Lockdown Effects: Parle-G બિસ્કિટનું વેચાણ આઠ દાયકાના ટૉપ પર

Parle-G 1938થી લોકોની મનગમતી બ્રાન્ડ છે

કોરોના વાયરસ (COVID-19)ને કારણે સંપુર્ણ દેશમાં લૅકડાઉન ચાલી રહ્યું હોવાથી ઉદ્યોગ-ધંધાને ભારે નુકસાન થયું છે. પરંતુ આ બધામાં Parle-G બિસ્કિટે નવા રેકોર્ડ નોંધ્યા છે. લૉકડાઉનમાં Parle-G બિસ્કિટનું વેચાણ એટલું બધું થયું છે કે 82 વર્ષના તમામ રેકોર્ડસ તોડી દીધા છે. ફક્ત પાંચ રૂપિયામાં મળતા Parle-G બિસ્કીટ સેંકડો કિલોમીટર સુધી પગપાળા ચાલનારા પ્રવાસી મજૂરો માટે પણ ઘણા જ મદદગાર સાબિત થયા છે. કોઇકે જાતે ખરીદીને લીધા તો કોઇકને સંસ્થાઓ દ્વારા મદદ તરીકે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. ઘણા લોકોએ તો પોતાના ઘરમાં Parle-G બિસ્કિટનો સ્ટોક જમા કરી લીધો હતો.

Parle-G 1938થી લોકોની મનગમતી બ્રાન્ડ છે. લૉકડાઉન દરમિયાન Parle-G બિસ્કિટના વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા છે. જોકે, કંપનીએ સેલ્સના અંકડા જણાવ્યા નથી પણ એટલું કહ્યું છે કે, માર્ચ-એપ્રિલ અને મે મહિનો 8 દાયકામાં સૌથી સારો મહિનો સાબિત થયો હતો. પારલે પ્રોડક્ટસ કૅટેગરીના હૅડ મયંક શાહે જણાવ્યું હતું કે, કંપનીનું કુલ માર્કેટ શેર અંદાજે 5 ટકા વધ્યું છે અને તેમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જીના વેચાણથી થયો છે.

પારલે જેવા કેટલાક ઓર્ગેનાઈઝ્ડ બિસ્કીટ ઉત્પાદકોએ લોકડાઉન થયાના થોડા જ સમયમાં કામગીરી શરૂ કરી હતી. આમાંની કેટલીક કંપનીઓએ તેમના કર્મચારીઓની આવવા-જવાની પણ વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ સરળતાથી અને સલામત રીતે કામ પર આવી શકે. જ્યારે ફેક્ટરીઓ શરૂ થઈ, ત્યારે આ કંપનીઓનું ધ્યાન વધુ વેચાણ ધરાવતા ઉત્પાદનોનું નિર્માણ કરવાનું હતું. ગ્રાહકો જે ઉપલબ્ધ છે તે બધું ખરીદી રહ્યા હતા. પછી ભલે તે પ્રીમિયમ હોય કે ઈકૉનોમી. પારલે પ્રોડક્ટે પોતાની સૌથી વધુ વેચાણવાળા નહીં પંરતુ ઓછી કિંમતવાળી બ્રાંડ પારલે-જી પર ફોક્સ કર્યું, કારણ કે ગ્રાહકો તરફથી તેની ખુબ માંગ રહી હતી. કંપનીએ પોતાના ડિસ્ટ્રિબ્યૂશન ચેનલને એક અઠવાડિયા સુધી રીસેટ કરી દીધા, જેના કારણે રિટેલ આઉટલેટ પર બિસ્કિટની ઉણપ ના જોવા મળે.

મયંક શાહે કહ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન પારલે-જી ઘણા લોકો માટે એક સરળ ખોરાક બન્યું હતું. કેટલાક લોકો માટે તો તે તેમનો એકમાત્ર ખોરાક હતો. જે લોકો રોટલી ખરીદી શકતા નથી તેઓ પારલે-જી બિસ્કિટ તો ખરીદી જ શકે છે.

માત્ર પારલે-જી જ નહીં, પરંતું છેલ્લા ત્રણ મહિનમાં લોકડાઉન દરમિયાન બાકી કંપનીઓના બિસ્કિટનું પણ વધારે વેચાણ થયું છે. વિશેષજ્ઞના મત મુજબ, બ્રિટાનિયાનું ગડ ડે, ટાઇગર, મિલ્ક બિકિસ, બાર્બર્ન અને મેરી બિસ્કિટ સિવાય પારલેના ક્રેકજેક, મોનેકો, હાઇડ એન્ડ સીક જેવા બિસ્કીટ પણ વધારે વેચાયાં છે.

coronavirus covid19 national news lockdown