લૉકડાઉન ઇફેક્ટ : દુનિયાભરમાં સર્જાઈ કૉન્ડોમની અછત

10 May, 2020 10:24 AM IST  |  New Delhi | Agencies

લૉકડાઉન ઇફેક્ટ : દુનિયાભરમાં સર્જાઈ કૉન્ડોમની અછત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે લગભગ દુનિયાના તમામ દેશોમાં લૉકડાઉન તેમ જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે જેના કારણે તમામ ઉદ્યોગો પણ ઠપ થયા છે, જેમાં કૉન્ડોમ બનાવતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. લૉકડાઉનના કારણે કૉન્ડોમના પ્રોડક્શન અને સપ્લાયની ચેઇન પણ ખોરવાઈ ગઇ છે જેના કારણે દુનિયાભરમાં કૉન્ડોમની અછત સર્જાઈ છે. માર્કેટમાં લોકોને હવે કૉન્ડોમ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. કૉન્ડોમનો જે સ્ટૉક હતો એ છેલ્લા બે મહિના દરમિયાન પૂરો થઈ ગયો છે. ફૅક્ટરીઓમાં પ્રોડક્શનનું કામ કોરોનાના કારણે બંધ છે જેથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ લૉકડાઉનના કારણે લોકોની સેક્સ લાઇફ પર પણ ગંભીર અસરો થઈ રહી છે. ઘરમાં કેદ થયેલા લોકો માટે સેક્સ લાઇફ સંબંધી સમસ્યા એટલી વધી ગઈ છે કે તેમને હવે ડૉક્ટરોની સલાહ લેવી પડે છે.

national news new delhi delhi news