Flipkart ની બધી સેવાઓ બંધ, Amazon ફક્ત જરૂરી વસ્તુની જ ડિલેવરી કરશે

25 March, 2020 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Flipkart ની બધી સેવાઓ બંધ, Amazon ફક્ત જરૂરી વસ્તુની જ ડિલેવરી કરશે

ફાઈલ તસવીર

વૉલમાર્ટની માલિકિની કંપની  Flipkart એ બુધવારે પોતાની વૅબસાઈટ પર એક નોટિસ મુકી છે અને તેમા કહ્યું છે કે ભારતનમાં કોરોનાવાયરસની મહામારીને લીધે જાહેર કરાયેલા 21 દિવસના લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કંપની બધી જ સેવાઓ બંધ કરી રહી છે. Flipkart ની એપ્લિકેશન અને વૅબસાઈટ પર સર્ચ ઑપ્શનમાં બધા જ પ્રોડક્ટસ આઉટઑફ સ્ટૉક દેખાડે છે.

Flipkart એ મેસેજમાં કહ્યું છે કે, 'તમારી જરૂરતો અમારી નમાટે મહહત્વની છે એટલે અમે બહુ જલ્દી ફરી પાછા તમારી સેવામાં હાજર રહીશું. આ કપરી પરિસ્થિતિ છે, આવું પહેલા ક્યારેય નથી બન્યું. લોકોને સુરક્ષિત રાખવા માટે બધા અલગ રહ્યાં હોય અવું ક્યારેય નથી થયું. આ પહેલા રાષ્ટ્રની મદદ માટે લોકો ઘરે રહ્યાં હોય એવું પણ નથી બન્યું.'

 

Flipkart એ જાહેર કરેલો સંદેશ

ઈ-કોર્મસ કંપની Amazone એ મંગળવારે કહ્યું હતું કે, અમે ઓર્ડર લેવાના બંધ કરી દીધા છે અને દેશભરમાં થયેલા લૉકડાઉન દરમ્યાન જીવનજરૂરી વસ્તુ સિવાયની બધી જ વસ્તુઓનું શિપમેન્ટ રોકવામાં આવ્યું છે. ફક્ત ઘર વપરાશની જરૂરી ચીજો, હાઈજીનની વસ્તુઓની જ ડિલેવરી કરવામાં આવશે. 

coronavirus covid19 amazon flipkart