LJP નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું હૉસ્પિટલમાં નિધન

08 October, 2020 09:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

LJP નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું હૉસ્પિટલમાં નિધન

રામ વિલાસ પાસવાન

ઘણાં સમયથી બીમાર LJP નેતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આ બાબતની માહિતી નેતાના દીકરાએ ટ્વીટ કરીને આપી છે.

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)નું હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પાસવાનની તાજેતરમાં જ હાર્ટ સર્જરી થઈ હતી. તેઓ 74 વર્ષના હતા. તેમના દીકરા ચિરાગ પાસવાને એક ટ્વીટ કરીને પિતાના નિધનની માહિતી આફી છે. તેમણે લખ્યું, "પાપા... હવે તમે આ વિશ્વમાં નતી પણ મને ખબર છે કે તમે જ્યાં પણ છો હંમેશાં મારી સાથે છો. Miss you Papa." પાસવાન, નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં ઉપભોક્ચા મામલે તથા ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા.

પાંચ જુલાઇ 1946ના ખગરિયા જિલ્લાના શાહરબન્ની માટે એક દલિત પરિવારમાં જન્મેલા રામવિલાસ પાસવાનની ગણતરી બિહાર જ નહીં, દેશના કદાવર નેતાઓમાં પણ કરવામાં આવતી હતી. જેપીના સમયમાં તે ભારતીય રાજકારણમાં આગળ આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળના સહયોગી રામવિલાસના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 

વડાપ્રધાને પોતાના ટ્વીટમાં લખ્યું, "રામવિલાસજીએ ખૂબ જ મહેનત અને દ્રઢ સંકલ્પ દ્વારા રાજકારણમાં પગલું મૂક્યું હતું, એક યુવાન નેતા તરીકે તેમણે ઇમરજન્સી દરમિયાન અત્યાચાર અને લોકતંત્ર પર થયેલા હુમલાનો વિરોધ કર્યો. તે એક અસામાન્ય સાંસદ અને મંત્રી હતા અને તેમણે નીતિગત ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે." કેન્દ્ર સરકારના ઘણાં મંત્રીઓ, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પાસવાનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે.

national news ram vilas paswan