ચોથી મે થી શરાબની અને પાનની દુકાનો ખુલશે, નિયમોનું પાલન આવશ્યક

02 May, 2020 04:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ચોથી મે થી શરાબની અને પાનની દુકાનો ખુલશે, નિયમોનું પાલન આવશ્યક

ફાઈલ તસવીર

કોરોનાવાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલી લૉકડાઉનની મુદત વધારવામાં આવી છે. છતા 4 મે થી દેશના મોટા ભાગના વિસ્તારોમાં કેટલીક ગતિવિધિઓને અનુમતિ મળી છે. તે મુજબ હવે શરા, પાન, ગુટકા અને તંબાકુની દુકાનો પણ ખુલી જશે.

ગૃહ મંત્રાલયના આદેશમાં એ સગપષ્ટ કરવામાં નથી આવ્યું કે ક્યાં ઝૉનમાં આ દુકાનો ખુલ્લી રહેશે અને ક્યાં ઝૉનમાં નહીં. એટલે માનવામાં અવી રહ્યું છે કે, રેડ, ઓરેન્જ, ગ્રીન એમ બધા ઝૉનમાં દુકાનો ખોલવાની અનુમતિ હશે. ગૃહ મંત્રાલયના ઓર્ડરમાં તેનો ઉલ્લેખ એનેક્શર તરીકે કરવામાં આવ્યો છે. પરંતુ કંટેનમેંટ ઝોન એટલે કે જ્યાં સંક્રમિતોની સંખ્યા વધારે છે અને સીલ કરી દેવામાં આવ્યા છે ત્યા કોઈપણ પ્રકારના વ્યવસાયિક ગતિવિધિની છૂટ નથી આપવામાં આવી. તેથી આવા વિસ્તારમાં દારૂ કે પાન-મસાલા-તમાકુની દુકાનો નહીં ખુલે.

આ આદેશમાં સાર્વજનિક સ્થળોને લઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સૂચીમાં કહેવામાં આવ્યું છે કે, જાહેર સ્થળો પર દારૂ પીવા અને પાન, ગુટખા, તમાકુ વગેરેના વેચાણની મંજૂરી નહીં હોય. તેમજ એમ પણ કહેવામાં આવ્યું છે કે, દારૂની દુકાનો અને પાન, ગુટખા, તમાકુ વગેરેની દુકાનોએ ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું પાંચથી છ ફૂટનું અંતર જાળવવું પડશે અને દુકાન પર એક સમયે પાંચથી વધારે લોકો ભેગા ન થવા જોઈએ. તે સિવાય દુકાનોમાં સેફ શીલ્ડ ટ્રે દ્વારા શરાબ આપવામાં આવશે સેનિટાઈઝિંગ વગેરેનું ધ્યાન રાકવામાં અઅડસે.

સુત્રો પાસેથી મળેલી માહિતિ મુજબ, લૉકડાઉન દરમ્યાન દારૂનું વેચાણ ઓનલાઈન કરવાની પરવાનગી આપવામાં આવે તે માટે કંપનીઓ સરકાર સાથે વાતચીત કરી રહી છે.

coronavirus covid19 home ministry national news