31 August, 2024 11:27 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
કેન્દ્ર સરકારની માલિકીની કંપની લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)એ ગુરુવારે ૩૬૬૨.૧૭ કરોડ રૂપિયાના ડિવિડન્ડનો ચેક નાણાપ્રધાન નિર્મલા સીતારમણને સુપરત કર્યો હતો. LICમાં કેન્દ્ર સરકાર સૌથી મોટી શૅરહોલ્ડર છે. LICએ ૨૭ મેએ પ્રતિ શૅર ૬ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આ પહેલાં પહેલી માર્ચે LICએ કેન્દ્ર સરકારને ૨૪૪૧.૪૫ કરોડ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આમ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં LICએ કેન્દ્ર સરકારને કુલ ૬૧૦૩.૬૨ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. LICની સ્થાપનાને ૬૮ વર્ષ થયાં છે અને એનો ઍસેટબેઝ ૫૨.૮૫ લાખ કરોડ રૂપિયાનો છે.