LICએ પણ કહેવું પડ્યું, નકલખોરોથી સાવધાન

25 April, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

LICનો લોગો વાપરીને કેટલાક કાવતરાબાજ લોકોને ઠગી રહ્યા હોવાથી ગ્રાહકોને કર્યા અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)એ એના પૉલિસીધારકો અને ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કંપનીના લોગો, બ્રૅન્ડનેમ અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓના ફોટોનો ઉપયોગ કરીને કેટલાક લોકો અથવા સંસ્થાઓ સોશ્યલ મીડિયાના મંચો પર છેતરપિંડી કરતી જાહેરાતો આપે છે એટલે આવા લોકોથી બચવું જોઈએ. LICએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘અમારી જાણમાં આવ્યું છે કે કેટલાક લોકો અને સંસ્થાઓ અમારી સહમતી વિના અમારા વરિષ્ઠ કે ભૂતપૂર્વ અધિકારીઓના ફોટોગ્રાફ્સ, અમારું બ્રૅન્ડનેમ અને અમારા લોગોનો દુરુપયોગ કરીને વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર છેતરપિંડી કરતી જાહેરાતો આપે છે. આવી ભ્રામક ગતિવિધિઓને કારણે જનતાએ સચેત રહેવું જોઈએ. અમારી સહમતી વિના આવું કરતા લોકો સામે અમે કાનૂની કાર્યવાહી કરવાના છીએ. લોકોને પણ આવી છેતરપિંડી કરતી જાહેરાતો દેખાય તો એની જાણકારી LICને આપવી જોઈએ.’

national news finance news lic india