લેહ માઇનસ ૧૧.૯ ડિગ્રીમાં થીજી ગયું, તો ગુલમર્ગ માઇનસ ૫.૨ સાથે ઠંડુંગાર

12 December, 2020 03:56 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

લેહ માઇનસ ૧૧.૯ ડિગ્રીમાં થીજી ગયું, તો ગુલમર્ગ માઇનસ ૫.૨ સાથે ઠંડુંગાર

લેહ અને ગુલમર્ગ શુક્રવારે રાત્રે અનુક્રમે માઇનસ ૧૧.૯ અને માઇનસ ૫.૨ ડિગ્રી તાપમાન સાથે લદાખ અને કાશ્મીરનાં સૌથી ઠંડાં સ્થળ રહ્યાં હતાં.

લદાખના લેહમાં શુક્રવારે તાપમાનનો પારો હાડ ગાળતી માઇનસ ૧૧.૯ ડિગ્રીએ પહોંચ્યો હતો, તો જમ્મુ-કાશ્મીરના જાણીતા સ્કી રિસોર્ટનું લઘુતમ તાપમાન માઇનસ ૫.૨ ડિગ્રી જેટલું નીચું જતું રહ્યું હતું.

હવામાન ખાતાએ શુક્રવાર સાંજથી જમ્મુ-કાશ્મીરમાં હજી થોડા સમય માટે બરફવર્ષા અને વરસાદ યથાવત્ રહેશે તેવી આગાહી કરી છે.

national news srinagar kashmir leh gulmarg