06 October, 2025 08:33 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
દુધિયાનો લોહ પુલ ધ્વસ્ત થઈ ગયો હતો.
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ બાદ દાર્જીલિંગમાં શનિવારે રાતે ૭ જગ્યાએ ભૂસ્ખલન થવાથી ભારે તબાહી મચી હતી. એક તરફ તિસ્તા નદી તોફાને ચડી હતી અને બીજી તરફ તિસ્તાબજાર પાસે બલુખોલામાં પાણી ભરાઈ જવાથી સિલિગુડીને સિક્કિમ સાથે જોડતો હાઇવે સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. પહાડની કિનારીઓ પરના રોડનો ભાગ ધસી પડ્યો હોવાથી વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને રોડ પર કાટમાળના ઢેર થઈ જવાથી કનેક્ટિવિટી તૂટી ગઈ હતી. ભૂસ્ખલનમાં અનેક ઘરો દટાઈ ગયાં હોવાથી ૨૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તિસ્તા નદીનું જળસ્તર વધવાથી સિલિગુડીથી સિક્કિમ જતો નૅશનલ હાઇવે બંધ થઈ ગયો છે.
લોકોની મહેનત પછી બચાવદળોએ લોકોને બચાવી લીધા હતા.
અનેક જગ્યાએ પહાડી વિસ્તારોના રસ્તાઓ ડૅમેજ થઈ ચૂક્યા છે.
પુલ તૂટવાથી લોકોએ નદીની વચ્ચેના પિલર પર શરણ લીધું હતું.
દાર્જીલિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન પર અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. ઘાયલો જલદી સાજા થાય એવી કામના કરું છું. - નરેન્દ્ર મોદી