લાલુની દિકરી બનશે મુલાયમના ઘરની વહુ

28 November, 2014 10:43 AM IST  | 

લાલુની દિકરી બનશે મુલાયમના ઘરની વહુ



નવી દિલ્હી : તા, 28 નવેમ્બર

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મુલાયમ સિંહના પ્રપૌત્ર તેડ પ્રતાપ યાદવ અને લાલૂ યાદવની દિકરી રાજ લક્ષ્મીના લગ્ન નક્કી થઈ ગયા છે.તેજ પ્રતાપ હાલમાં જ યાદવ પરિવારના ગઢ મૈનપુરીથી સાંસદ બન્યા છે.બંનેની સગાઈ ડિસેમ્બરમાં અને લગ્ન ફેબ્રુઆરીમાં થાય તેવી શક્યતા છે.

મુલાયમ અને લાલુ વચ્ચે સંબંધો ફરી બંધાતા ભૂતકાળની કડવાહટ દૂર થઈ શકે છે.1990ના દાયકામાં આ બંને નેતા વચ્ચે કડવાહટ ઉભી થઈ હતી.1997માં સંયુક્ત મોરચાની સરકાર બનતા સમયે લાલુએ મુલાયમને પ્રધાનમંત્રી નહોતા બનવા દીધા.કોંગ્રેસના દબાણમાં દેવગૌડાની વિદાય બાદ મુલાયમ સિંહનુ પીએમ બનવુ લગભગ નિશ્ચિત થઈ ગયુ હતુ,પરંતુ લાલુએ વીટો કરતા ઈંદ્ર કુમાર ગુજરાલને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા.