Lalu Prasad Yadav: `લાલૂને ખભામાં ઈજા` પટનાની પારસ હૉસ્પિટલમાં થઈ રહી છે સારવાર

04 July, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પારસ હૉસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેંટ આસિફ પ્રમાણે કહ્યું કે તેમની તબિયત સ્થિર છે. તેમને ખભામાં ઇજાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા, ડૉક્ટર્સની ટીમ સતત દેખરેખ રાખી રહી છે

લાલૂ પ્રસાદ યાદવ (ફાઈલ તસવીર)

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ને પટનાના પારસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટર્સ સતત તેમનું ધ્યાન રાખી રહ્યા છે. પટના સ્થિત રાબડી નિવાસેથી રવિવારે રાતે આરજેડી અધ્યક્ષ (Lalu Prasad Yadav)સીડી પરથી પડી ગયા હતા, જેને કારણે તેમના ખભા અને પીઠમાં ઇજા થઈ છે. પારસ હૉસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેંટ આસિફ પ્રમાણે કહ્યું કે તેમની તબિયત સ્થિર છે. તેમને ખભામાં ઇજાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા, ડૉક્ટર્સની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. તેમને પહેલાથી કેટલીક બીમારી છે તેને લઈને પણ ખાસ સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.

તેજસ્વીએ કહ્યું-  લાલૂ યાદવની તબિયત સ્થિર
આરજેડી નેતા અને બિહાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે પિતા લાલૂ યાદવના સ્વાસ્થ્યની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે લાલૂ યાદવની તબિયત સ્થિર છે. રાતે સાડા ત્રણ વાગ્યે તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા હાલ ડૉક્ટર્સે તેમને રિલીઝ કર્યા છે. આરજેડી સુપ્રીમોની તબિયત રવિવારે ત્યારે બગડી જ્યારે તે સીડી પરથી પડી ગયા. આથી તેમને ખભા અને પીઠ પર ઇજા થઈ.

સીડી પરથી પડવાને કારણે ખભા અને કમરમાં થઈ ઈજા
આ પહેલા લાલૂના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે આરજેડી સુપ્રીમો હાલ પોતાની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસસ્થાને રહ્યા હતા. તે ઘરની સીડી પરથી પડી ગયા. પહેલાથી તેમને લગભગ 15 બીમારી છે, એવામાં ટૂંક સમયમાં જ પરિવારજનો તેમને લઈને હૉસ્પિટલ પહોંચ્યા. રાતે પ્રાથમિક સારવાર બાદ લાલૂ પ્રસાદને ઘરે જવાની છૂટ આપવામાં આવી હતી. જો કે, તેજસ્વી યાદવે જણાવ્યું કે, મોડી રાતે લગભગ સાડા ત્રણ વાગ્યે તેમને પાછાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, હવે તેમની સ્થિતિ સ્થિર છે.

ચારા ગોટાળા મામલે જામીન પર છે લાલૂ
ચારા ગોટાળા મામલે સજા પામેલા લાલૂ યાદવ થોડાક મહિનાથી જામીન પર છે. રાંચીમાં સીબીઆઇની એક સ્પેશિયલ કૉર્ટે ચારા ગોટાળાના જુદાં-જુદાં કેસમાં તેમને દોષી જાહેર કરી આરજેડી સુપ્રીમોને થોડોક સમય પહેલા જ જામીન પર છોડ્યા હતા.

national news lalu prasad yadav