17 February, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લાલુ પ્રસાદ યાદવ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે દિલ્હી રેલવે-સ્ટેશન પર થયેલી નાસભાગ માટે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવીને માગણી કરી હતી કે ‘રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આની જવાબદારી ઉઠાવવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. રેલવેના ગેરવહીવટને કારણે નાસભાગ મચી હતી અને ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુખદ ઘટના છે અને હતભાગી લોકોના પરિવારજનો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કેસમાં તપાસ કરવામાં આવે અને દોષીઓને સજા કરવામાં આવે.’
લાલુ યાદવને મહાકુંભમાં ભીડને કાબૂમાં રાખવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કુંભ કા કહાં કોઈ મતલબ હૈ, ફાલતુ હૈ કુંભ (કુંભનો કોઈ અર્થ નથી, કુંભ ફાલતુ છે).