લાલુ પ્રસાદ યાદવની લથડી તબિયત, કિડની ફેલ થવાનો ખતરો

09 November, 2020 03:41 PM IST  |  Mumbai | Agencies

લાલુ પ્રસાદ યાદવની લથડી તબિયત, કિડની ફેલ થવાનો ખતરો

લાલુ પ્રસાદ યાદવની લથડી તબિયત, કિડની ફેલ થવાનો ખતરો

બિહાર વિધાનસભાની ચૂંટણી બાદના એક્ઝિટ પોલમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવ આગળ હોવાનું અનુમાન થઈ રહ્યું છે એવા સમયે ઝારખંડની રીમ્સ હૉસ્પિટલમાં દાખલ થયેલા તેમના પિતા અને આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદની તબિય લથડી છે.
લાલુ પ્રસાદનું શુગર-લેવલ વધી ગયું છે અને તેમનું સીરમ ક્ર‌ીએટિનીન-લેવલ પણ વધી રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી લાલુ પ્રસાદ બહુ ચિંતિત અને પરેશાન રહે છે અને ક્રીએટિનીન-લેવલ વધવા પાછળ આ એક કારણ હોઈ શકે છે. તેમની કિડની ૨૫ ટકા જ કામ કરી રહી છે અને જો તેમની સ્થિતિ સુધરી નહીં તો કિડની ફેલ થવાનો ખતરો પણ છે. તેમને ડાયાલિસિસની જરૂર પડી શકે છે. જો તેઓ કોરોના-પૉઝિટિવ ન હોત તો સારવાર માટે એઇમ્સમાં મોકલવામાં આવત. તેમને સારવાર માટે બહાર મોકલવા પરિવારની સાથે રાજ્ય સરકારની મંજૂરી પણ જરૂરી છે.
આ પહેલાં લાલુ પ્રસાદે તબિયતનું કારણ આગળ ધરીને જામીન માગ્યા હતા. જોકે રજાઓને કારણે આ અરજી પરની સુનાવણી ટાળી દેવામાં આવી છે. હવે ૨૭ નવેમ્બરે તેમની અરજી પર સુનાવણી થશે. અરજીમાં તેમણે કિડની, ડાયાબિટીઝ અને હાર્ટ સહિતની ૧૬ પ્રકારની બીમારી હોવાનો દાવો કર્યો હતો.

national news lalu prasad yadav