03 April, 2025 02:00 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
લાલુ પ્રસાદ યાદવ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનું શુગરનું લેવલ વધી જતાં તેમની તબિયત બગડી હતી અને પટનાના ડૉક્ટરોની સલાહ બાદ તેમને ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨માં સિંગાપોરમાં લાલુ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દીકરી રોહિણી આચાર્યએ તેની કિડની ડોનેટ કરી હતી.