જો સ્પષ્ટ બોલવું આકરું હોય તો હું ગુનેગાર છું

22 October, 2011 03:02 PM IST  | 

જો સ્પષ્ટ બોલવું આકરું હોય તો હું ગુનેગાર છું

 

વડા પ્રધાન કહે છે કે મારે આકરા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે મેં જોયેલા બધા વડા પ્રધાનોમાં મનમોહન સિંહ સૌથી નબળા છે. આ રાજકીય કમેન્ટ છે. આમાં આકરી વાત કઈ છે? વડા પ્રધાન કહે છે કે મેં તેમને સૌથી નબળા વડા પ્રધાન કહ્યા એટલે તેઓ નારાજ છે, પરંતુ મેં તો સત્ય હકીકત કહી છે. સુપ્રીમ ર્કોટે પણ ટેલિકૉમ સ્કૅમમાં નિરીક્ષણ કર્યું છે કે જો મનમોહન સિંહે પગલાં ભયાર઼્ હોત તો ૨ઞ્ સ્કૅમ અટકાવી શકાયું હોત અને દેશને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાની ખોટ ન ગઈ હોત. નામ ખાતર મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની અને વાસ્તવમાં સોનિયા ગાંધી દ્વારા શાસિત યુપીએ સરકારની પડતીનાં લક્ષણો દેખાવા માંડ્યાં છે. આ સરકારના અનેક મિનિસ્ટરો તિહાર જેલમાં છે. બીજાઓ ત્યાં જવા રાહ જોઈ રહ્યા છે. વડા પ્રધાનના સિનિયર મિનિસ્ટરો એકમેકની જાહેરમાં ટીકા કરે છે. શાસક પક્ષના સૌથી શક્તિશાળી મહામંત્રી દરરોજ સ્ટેટમેન્ટ કરે છે અને પક્ષના બીજા નેતાઓ તેમનાથી રોજિંદી રીતે વિરોધાભાસી નિવેદનો કરે છે.’

અડવાણીએ કલકત્તામાં કહ્યું હતું કે ‘મારી એક વખતની સાથીદાર મમતા બૅનરજી તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતાં છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારનાં સ્કૅમો વિશે કેમ મૌન છે?