રામમંદિર બંધાવાની ઇચ્છા સાથે સાધુઓએ કુંભમેળામાં પ્રગટાવ્યા 33,000 દીવા

17 January, 2019 08:26 AM IST  |  અલાહાબાદ

રામમંદિર બંધાવાની ઇચ્છા સાથે સાધુઓએ કુંભમેળામાં પ્રગટાવ્યા 33,000 દીવા

અલાહબાદમાં કુંભમેળામાં ઉપસ્થિત સાધુઓએ અયોધ્યામાં રામમંદિર વહેલું બંધાય એવી ઇચ્છા સાથે ગઈ કાલે ૩૩,૦૦૦ કોડિયાંમાં દીપક પ્રગટાવ્યા હતા. મૌની મહારાજ નામના સાધુએ જણાવ્યું હતું કે ‘અમે એક મહિનામાં કુલ ૧૧ લાખ દીવા પ્રગટાવીશું. કુંભમેળાની પૂર્ણાહુતિ પછી તરત અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ શરૂ થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.’

કુંભમેળાના પ્રથમ દિવસે ૧૩ અખાડાના સાધુઓ સહિત લગભગ બે કરોડ યાત્રાળુઓએ અલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ ખાતે સ્નાન કર્યું હતું.

આ પણ વાંચોઃ કુંભમાં રામમંદિરનું રાજકારણ: જો રામ કી બાત કરેગા, દેશ પર વહી રાજ કરેગા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કુંભમેળાની મુલાકાતે જશે અને ૩૦ ફુટ ઊંચી મહર્ષિ ભારદ્વાજની પ્રતિમાનું અનાવરણ કરશે. એ પ્રતિમા ૩૦ દિવસમાં સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કુંભમેળામાં પર્યાવરણ જાળવવાનો મહિમા સમજાવતી ‘ગ્રીન કુંભ’ ઇવેન્ટમાં પણ રાષ્ટ્રપતિ સહભાગી થશે.

national news ram mandir