કુલગામ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર માર્યા

22 May, 2019 10:32 AM IST  | 

કુલગામ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર માર્યા

સર્ચ ઓપરેશનમાં 2 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળો શોધી શોધીને આતંકવાદીઓને શોધીને તેમનો સફાયો કરી રહ્યા છે. દક્ષિણ કશ્મીરમાં કુલગામમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. આ મુઠભેડ દરમિયાન સેનાના જવાનોએ 2 આતંકીઓ ઠાર માર્યા. કુલગામના ગોપોલપોર વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી હતી અને બન્ને તરફ ફાયરિંગ થયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવાર મોડી રાતથી સુરક્ષાદળો અને આંતકી વચ્ચે મુઠભેડ ચાલુ હતી. સૂત્રો દ્વારા સેનાના જવાનોને માહિતી મળી હતી કે કુલગામના ગોપાલપોરમાં આતંકીઓ છુપાયા છે. માહિતીના આધારે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને ભાળ મળતા આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો જેનો સેનાએ મુહતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: RISAT-2B સેટેલાઈટ લૉન્ચ, સીમાઓની કરશે દેખરેખ

જણાવી દઈએ કે,આ પહેલા શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સુરક્ષાદળોએ ઘાટીમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા જેમાં અહમદ ડાર, ઈરફાન વાર અને મુઝ્ઝરફર શેખનો સમાવેશ છે. પોલીસ અનુસાર આ ત્રણેય આતંકીઓ આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના હતા અને પહેલાથી જ પોલીસની મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ હતા.

national news