કોરિયન વ્લોગરને જોઇને વિકૃત પુરુષે કાઢ્યું પેન્ટ, વીડિયો વાયરલ થતાં થઈ ધરપકડ

18 April, 2023 05:30 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Online Correspondent

દેશ જ નહીં પણ વિશ્વના મહેમાનોની આગતા-સ્વાગતા માટે જાણીતા શહેર જોધપુરને એક માથાફરેલ વિકૃત યુવકે શરમાવી દીધો છે. આ યુવકે એક વિદેશી મહિલા સાથે અશ્લીલ હરકત કરી. તેના દુષ્કૃત્યનો વીડિયો વિદેશી સહેલાણીના મોબાઈલમાં કેદ થયો.

પ્રતીકાત્મક તસવીર

દેશ જ નહીં પણ વિશ્વના મહેમાનોની આગતા-સ્વાગતા માટે જાણીતા શહેર જોધપુરને (Jodhpur) એક માથાફરેલ વિકૃત યુવકે શરમાવી દીધો છે. આ યુવકે એક વિદેશી મહિલા સાથે અશ્લીલ હરકત કરી. તેના દુષ્કૃત્યનો વીડિયો વિદેશી સહેલાણીના મોબાઈલમાં કેદ થયો. આ શરમજનક હરકતની ખબર ત્યારે પડી જ્યારે યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો. જોધપુર પોલીસને આની માહિતી મળી ત્યારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી. અશ્લીલ હરકત કરનાર આરોપી હાલ જેલમાં છે પણ આ વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે.

દક્ષિણ કોરિયાના યૂની શહેરની રહેવાસી છે પીડિતા, જોધપુરમાં આવી હતી ફરવા
પીડિત કોરિયન મહિલા જોધપુર ફરવા આવી હતી. ખાણી-પીણી, મીઠી બોલી અને વિદેશી મહેમાનો માટે આતુરતાથી રાહ જોનાર બ્લૂ સિટી જોધપુરને પોતાના વીડિયોમાં કેદ કરી રહી હતી. દક્ષિણ કરિયાના યૂની શહેરની રહેવાસી આ દરમિયાન શહેરના અંદરના વિસ્તાર પચેટિયા હિલ પહોંચી. ત્યાંની સુંદરતા સીડી પરથી નીચે ઉતરતી વખતે તે પોતાના મોબાઈલમાં કેદ કરી રહી હતી આ દરમિયાન તેને એક યુવક દેખાયો. વિદેશી મહિલાને આ યુવકને જોઈને થોડું અજીબ લાગ્યું અને કદાચ તે પહેલેથી સમજી ગઈ હતી. જેવી તે તેની નજીક પહોંચી યુવકે તેની સાથે અશ્લીલ હરકત કરી દીધી.

વાયરલ વીડિયોમાં દેખાઈ અશ્લીલ હરકત
વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિદેશી મહિલા મદદની માગ કરતા ઝડપથી દોડીને સીડીઓ ઉતરવા માંડે છે. પણ આ યુવક ત્યાં પણ તેનો પીછો કરે છે અને વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે નિર્લજ્જતાથી તે ન તો ફક્ત તેની છેડતી કરે છે પણ પોતાના શહેરની શાખને પણ ધૂળમાં મિલાવી રહ્યો છે.

આ રીતે પકડાયો આરોપી યુવક
દક્ષિણ કોરિયાની રહેવાસી છે આ યુવતી. અને તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા લખ્યું છે કે જોધપુર ખૂબ જ સુંદર છે. આ વીડિયો સાથે તેણે જોધપુર પોલીસને પણ ટૅગ કર્યા છે. યુવતી તરફથી સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થયા બાદ પોલીસ તરત હરકતમાં આવી અને તેણે યુવકની ઓળખ ખરી તેને શાંતિ ભંગ એટલે કે 151ની કલમમાં ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો : ‘Sadak 2’ની અભિનેત્રી ક્રિસન પરેરાની ડ્રગ્સ મામલે ધરપકડ, શારજહાં જેલમાં છે બંધ

દીપક જાલાની તરીકે થઈ ઓળખ, માનસિક રીતે બીમારીની પણ તપાસ
ડીસીપી અમૃતા દુહને જણાવ્યું કે જેવી આ ઘટનાની માહિતી મળી પોલીસે તરત પગલાં લીધા અને યુવકની શોધ શરૂ કરી દીધી. યુવકની ઓળખ અંદરના શહેરમાં રહેતા દીપક જાલાની તરીકે થઈ છે. પોલીસે એક ટીમ મોકલીને આ યુવકને તરત જ અટકમાં લઈ લીધો. મંગળવારે આરોપી યુવકને કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવક માનસિક રીતે બીમાર છે. આ મામલે પોલીસનું કહેવું છે કે આની સંપૂર્ણ મેડિકલ તપાસ કરવામાં આવશે જેથી જો આ માનસિક રીતે બીમાર છે તો તેની સારવાર પણ કરાવવામાં આવશે.

national news jodhpur rajasthan south korea Crime News sexual crime