PM મોદી 22 ફેબ્રુઆરીએ Naopara-Dakshineswar મેટ્રો સર્વિસનુ કરશે ઉદ્ઘાટન

20 February, 2021 05:19 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

PM મોદી 22 ફેબ્રુઆરીએ Naopara-Dakshineswar મેટ્રો સર્વિસનુ કરશે ઉદ્ઘાટન

નરેન્દ્ર મોદી

કોલકાત્તા મેટ્રોના ઈતિહાસમાં બીજા સ્થાને છે, જ્યારે દેશમાં વડા પ્રધાન મેટ્રો સર્વિસનું ઉદ્ઘાટન કરશે. આની પહેલા 1984માં તાત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશની પહેલી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ Naopara-Dakshineswar મેટ્રો સર્વિસનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ આગામી 23 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે અપેક્ષિત મેટ્રો સેવા શરૂ થઈ જશે. ઑફિસના સમયગાળા દરમિયાન દક્ષિણેશ્વરથી ન્યૂ ગરિયા તરફ મેટ્રો 6 મિનિટના અંતરે દોડશે. આ રૂટ પર છેલ્લી મેટ્રો રાત્રે 9.30 વાગ્યે મળશે. કિલોમીટર વધવા પર પણ મહત્તમ ભાડું 25 રૂપિયા છે. પહેલા ન્યૂ ગરિયાથી Naopara સુધી મેટ્રો ચાલતી હતી, હવે તે દક્ષિણેશ્વ સુધી પહોંચશે.

Naopara બાદ બે સ્ટેશન છે. બરાહનગર અને અંતિમ સ્ટેશન દક્ષિણેશ્વર છે. Naoparaથી દક્ષિણેશ્વર સુધી 4 કિમી મેટ્રોના વિસ્તૃત વિભાગનું કામ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવે સુરક્ષા આયુક્તે 5 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. રેલવે સુરક્ષા આયુક્ત મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી માટે આવેદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શરતી મંજૂરી આપવામાં આવી છે. જોકે કોલકાત્તા મેટ્રો રેલ સૂત્રોના અનુસાર મંજૂરીમાં આપવામાં આવેલી શરતોથી કોઈ મુશ્કેલી નહીં આવે. કારણકે ટૂંક સમયમાં જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાની છે અને ચૂંટણીની જાહેરાત બાદ વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે નહીં. મેટ્રો ઑથોરિટી Naopara- Dakshineswar મેટ્રો શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માર્ગ પર મેટ્રોના શુભારંભ સાથે જ હવે કાલીઘાટ અને દક્ષિણેશ્વર કવર થઈ જશે.

બંગાળમાં 22 ફેબ્રુઆરી પછી ચૂંટણીઓની ઘોષણા થઈ શકે છે. કારણ કે, 22 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે છે. જેમાં તેઓ અનેક યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી જ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. બંગાળમાં એમ પણ વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાઈ છે. ચૂંટણી પંચે પણ લગભગ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એક પછી એક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યા છે. કારણ કે ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા અમલમાં આવશે.

national news narendra modi west bengal kolkata