નાગરિકતા કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પ્રસ્તાવ પાસ કરાયો

28 January, 2020 11:34 AM IST  |  Kolkata

નાગરિકતા કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પ્રસ્તાવ પાસ કરાયો

મમતા બૅનરજી

કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો છે. આ દરમ્યાન મમતા બૅનરજીએ સીએએની વિરુદ્ધ પ્રસ્તાવ પર વિધાનસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, તુચ્છ મતભેદોને દૂર રાખવા અને દેશને બચાવવા માટે એક થવાનો સમય આવી ગયો છે. સીએએ જનવિરોધી છે. આ કાયદાને તરત જ દૂર કરી દેવો જોઈએ.

મમતા બૅનરજીએ કહ્યું કે દિલ્હીમાં એનપીઆર બેઠકમાં સામેલ ન થવાની બંગાળ પાસે તાકાત છે. જો બીજેપી ઇચ્છે તો મારી સરકારને બરખાસ્ત કરી શકે છે. આ પહેલાં કલકત્તાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટીના કાર્યક્રમમાં મમતાએ કહ્યું કે સીએએ-એનપીઆર-એનઆરસીનો વિરોધ કરનારા રાજ્યોને કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી એનપીઆર બેઠકમાં ભાગ નહોતો લેવો જોઈતો.

તેમણે કહ્યું કે ટીએમસી આનો સખત વિરોધ કરી રહી છે. અમે રાષ્ટ્રપતિ પાસે એક પ્રતિનિધિમંડળ પણ મોકલ્યું હતું, જેમાં ૮ પાર્ટીઓએ અમારો સાથ આપ્યો હતો. જોકે હજી પણ વિરોધ કરનારી અનેક પાર્ટીઓ અમારી સાથે છે. મમતા બૅનરજીએ કહ્યું કે સીએએ સંવિધાનની ભાવનાના વિરોધમાં છે. લોકશાહીની ભાવનાની વિરુદ્ધ છે. આ સંપૂર્ણ રીતે લોકોનો નિર્ણય છે. સીપીએમ અને કૉન્ગ્રેસે પણ આ લડાઈમાં સાથે આવવું જોઈએ.

મમતા બૅનરજીએ કહ્યું કે અમે સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બંગાળ વિધાનસભામાં સૌથી પહેલા એનઆરસી પર ચર્ચા કરવામાં આવી. મમતા બૅનરજીએ કહ્યું કે દેશભરમાં અસહિષ્ણુતા અને નફરત ફેલાવવાનો માહોલ છે. અમે એ લોકોનું સમર્થન ન કરી શકીએ જેઓ દેશને વિભાજિત કરવા ઇચ્છે છે.

યુરોપિયન સંઘમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરાયો આ અમારો આંતરિક મામલોલ : ભારતના તીખા તેવર

યુરોપિયન સંસદ ભારતના સંશોધિત નાગરિકતા કાનૂન સામે કેટલાક સદસ્યો દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપિયન યુનાઇટેડ લેફ્ટ નોર્ડિક ગ્રીન લેફ્ટ જીયુઈ-એનજીએલ સમૂહે પ્રસ્તાવ રજૂ કર્યો છે જેના પર બુધવારે ચર્ચા થશે અને એના એક દિવસ પછી મતદાન થશે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના એક ગામમાં લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે!

ભારત તરફથી આ વિશે કહેવામાં આવ્યું છે કે નવો નાગરિકતા કાનૂન પૂરી રીતે ભારતનો આંતરિક મામલો છે. સૂત્રોએ કહ્યું છે કે ભારતને આશા છે કે સીએએ પર યુરોપિયન સંઘના વર્તમાન પ્રસ્તાવના સમર્થક અને પ્રાયોજક તથ્યોના પૂર્ણ આકલન માટે ભારત સાથે વાર્તા કરશે.

caa 2019 nrc mamata banerjee west bengal national news kolkata