સ્વિમસૂટમાં પોસ્ટ બદલ યુનિવર્સિટીએ પ્રોફેસર પાસેથી ૯૯ કરોડનું વળતર માગ્યું

11 August, 2022 08:26 AM IST  |  New Delhi/Kolkata | Gujarati Mid-day Correspondent

આ પ્રોફેસરની પ્રાઇવસીમાં ભંગ વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચા ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કલકત્તામાં સેન્ટ ઝૅવિયર્સ યુનિવર્સિટીની એક પ્રોફેસરના કિસ્સાની હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. એક અન્ડરગ્રૅજ્યુએટ સ્ટુડન્ટના ફાધરે યુનિવર્સિટીને ફરિયાદ કરી હતી કે આ પ્રોફેસરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્વિમસૂટ પહેર્યો હતો. આ ફાધરનું કહેવું છે કે તેમનો દીકરો આ પ્રોફેસરનો સ્વિમસૂટમાં ફોટો જોઈ રહ્યો હોવાનું જોઈને તેમને આઘાત લાગ્યો હતો. આ યુનિવર્સિટીએ હવે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ ૯૯ કરોડ રૂપિયા ચૂકવવા આ પ્રોફેસરને કહ્યું છે. આ યુનિવર્સિટીમાંથી તેની હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી.

આ પ્રોફેસરની પ્રાઇવસીમાં ભંગ વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પ્રાઇવેટ હતી એટલે તેના અકાઉન્ટના કથિત હૅકિંગ અને એક મહિલાના લૉક્ડ પ્રોફાઇલમાંથી એક પ્રાઇવેટ ફોટો કેવી રીતે આ અન્ડરગ્રૅજ્યુએટના હાથમાં જઈ પહોંચ્યો હતો એની તપાસ કરવાના બદલે તેને સજા આપવામાં આવી છે. 
હવે આ પ્રોફેસરે યુનિવર્સિટીમાંથી તેની હકાલપટ્ટીની વિરુદ્ધ કલકત્તા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. 

national news kolkata