મુસ્લિમ મહિલાઓ અદાલતમાં ગયા વગર પણ આપી શકે છે તલાક : કેરલા હાઈ કોર્ટનો ચુકાદો

16 April, 2021 03:13 PM IST  |  Kochi | Agency

કેરલા હાઈ કોર્ટે તેના ૫૦ વર્ષ જૂના ચુકાદાને ઊલટાવી અદાલતી પ્રક્રિયા સિવાય પણ તલાક આપવાના મુસ્લિમ મહિલાઓના હક્કને કાયમ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

કેરલા હાઈ કોર્ટે તેના ૫૦ વર્ષ જૂના ચુકાદાને ઊલટાવી અદાલતી પ્રક્રિયા સિવાય પણ તલાક આપવાના મુસ્લિમ મહિલાઓના હક્કને કાયમ કર્યો હતો. અનેક અરજી પર સુનાવણી કર્યા બાદ કેરલા હાઈ કોર્ટની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ફૅમિલી કોર્ટની વિવિધ અરજીમાં કરવામાં આવેલી રાહતની માગણીને અનુલક્ષીને કેરલાની બેન્ચે તેના ૧૯૭૨ના ચુકાદાને ઊલટાવ્યો હતો, જેમાં મુસ્લિમ મહિલાઓને કોર્ટ સિવાયના અન્ય માર્ગે તલાક લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કુરાનમાં સ્ત્રીઓ અને પુરુષોને તલાક માટે સમાન અધિકાર આપવામાં આવ્યા છે. 

kochi kerala national news